આમચી મુંબઈમહારાષ્ટ્ર

વાજતેગાજતે વિસર્જનઃ લાલબાગ, ચિંચપોકલી, સહિત હજારો મંડળોના ‘રાજા’ની વિદાય…

રસ્તાઓ પર માનવસાગર જોવા મળ્યો, 'પૂઢચ્યા વર્ષી લવકર યા'ના નારાથી ગૂંજી ઊઠ્યું મુંબઈ

મુંબઈઃ મહારાષ્ટ્રનો સૌથી લોકપ્રિય ગણેશોત્સવ મંગળવારે ૧૦ દિવસના ગણપતિ વિસર્જન સાથે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો. રાજ્યમાં તેમના પ્રિય બાપ્પાને વિદાય આપવા માટે હજારો લોકો રસ્તા પર ઉમટી પડતાં ભવ્ય શોભાયાત્રાઓ જોવા મળી હતી. મુંબઈ, પુણે, નાસિક અને નાગપુર સહીત બીજા તમામ મુખ્ય મંડળોએ ભાગ લીધો હતો, જેમાં મુંબઈ આખું બાપ્પામય બન્યું હતું. મુંબઈના રસ્તાઓ પર પુઢચ્યા વર્ષી લવકર યાના નારાથી ગૂંજી ઊઠ્યા હતા.

મુંબઈમાં લાલબાગચા રાજા, મુંબઈચા રાજા, ચિંચપોકલીના રાજા, તિલક નગરના સહ્યાદ્રી ગણપતિ સહિતના ગણપતિઓની પરંપરાગત વિસર્જન શોભાયાત્રાઓ બુધવારે સાંજ સુધી ચાલી હતી. પાલિકાના સાંજના છ વાગ્યાના ડેટા અનુસાર અગિયારમા દિવસના વિસર્જનમાં સાર્વજનિક મંડળની 6,316 મૂર્તિનું વિસર્જન કરાયું હતું.

મુંબઈ મહાનગર પાલિકાના અહેવાલ મુજબ મુંબઈના ઘરગુથ્થી 31,011, ગૌરી 208 સહિત કુલ ૩૭,534 મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. મુંબઈમાં કુલ વિસર્જનમાંથી ૧૧,364 મૂર્તિનું કૃત્રિમ તળાવોમાં વિસર્જિન કરવામાં આવ્યું હતું.

તમામ મુખ્ય ગણપતિ ઉત્સવ મંડળોની મૂર્તિઓનું ગિરગાંવ ચોપાટી પર વિસર્જન કરવામાં આવે છે. પરંપરા મુજબ વિસર્જન સરઘસોના સાક્ષી બનવા અને બાપ્પાના દર્શન કરવા માટે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ગિરગાંવ ચોપાટી પર હાજર હતા. તેમની સાથે બીએમસી ચીફ ભૂષણ ગગરાણી પણ જોડાયા હતા.

પાલિકા દર વર્ષે ચોપાટી પર ભક્તોની સુવિધા માટે,કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા અને સરળ વિસર્જન માટે પોલીસ કર્મચારીઓ, મેડિકલ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ સાથેના મોટા મંડપ બાંધે છે.

પરંપરા મુજબ, ગણેશ મૂર્તિનું મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન ‘વર્ષા’ ખાતે ૧૦ દિવસ સુધી સ્થાપના કરવામાં આવે છે. મંગળવારે એકનાથ શિંદે અને તેમના પરિવાર દ્વારા ‘વર્ષા’ બંગલા ખાતેના ગણપતિનું પણ પરંપરાગત વિધિ સાથે વિસર્જન કરવામાં આવ્યું હતું. જ્યારે નાયબ મુખ્ય પ્રધાન ફડણવીસે પણ તેમના નિવાસસ્થાને ૧૦ દિવસીય ગણેશોત્સવની ઉજવણી કરી હતી અને મંગળવારે ઇકો-ફ્રેન્ડલી રીતે બાપ્પાને વિદાય આપી હતી.

Show More

Related Articles

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ