ગણપતિ વિસર્જન: મુંબઈમાં ૬૦૦ મૂર્તિઓનું શાંતિપૂર્ણ વિસર્જન

મુંબઈ: ૧૦ દિવસના ગણેશોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો દોઢ દિવસ પછી તેમ જ પાંચમા અને સાતમા દિવસે મૂર્તિઓનું વિસર્જન કરે છે. મુંબઈમાં આજે બપોર સુધીમાં લગભગ ૬૦૦ ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ઉત્સવના બીજા દિવસે ગઈ કાલે, બપોરે ૩ વાગ્યા સુધીમાં ગણપતિ બાપાની કુલ ૫૮૩ મૂર્તિઓનું સમુદ્ર, અન્ય જળાશયો અને કૃત્રિમ તળાવોમાં વિસર્જન કરવામાં આવ્યું હતું, જેમાં 575 ‘ઘરગથ્થુ’ ગણેશ મૂર્તિઓ અને ત્રણ ‘સાર્વજાનિક’ (જાહેર ઉત્સવ) પંડાલોનો સમાવેશ થાય છે.
આપણ વાંચો: ગણપતિ વિસર્જન: 23,000થી વધુ પોલીસ કર્મચારી-અધિકારી રહેશે તહેનાત
૫૮૩ મૂર્તિઓમાંથી, ૩૨૬ મૂર્તિઓનું કૃત્રિમ તળાવોમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. આ પ્રક્રિયા દરમિયાન શહેરમાંથી કોઈ અનિચ્છનીય ઘટના નોંધાઈ નથી”, અધિકારીએ જણાવ્યું હતું.
આ વર્ષે, બીએમસીએ વિસર્જન માટે ૭૦ કુદરતી જળાશયો (સમુદ્ર કિનારાના વિસ્તારો સહિત) નક્કી કર્યા છે અને ૨૮૮ કૃત્રિમ તળાવો સ્થાપિત કર્યા છે. પર્યાવરણને બચાવવાના પગલાંના ભાગ રૂપે, નાગરિક સંસ્થાએ નાગરિકોને તેમની પર્યાવરણને અનુકૂળ ગણપતિ મૂર્તિને ડ્રમ અથવા ડોલમાં વિસર્જન કરવા વિનંતી કરી છે અને ૬ ફૂટથી ઓછી હાઇટ ધરાવતી પીઓપીની મૂર્તિઓને કૃત્રિમ તળાવોમાં વિસર્જન કરવા અપીલ કરી છે.