આમચી મુંબઈસ્પેશિયલ ફિચર્સ

આનંદો, હવે Marinedrive પર પર્યટકો માણી શકશે Floatelની મજા…

માથા પર બ્લ્યુ આકાશ, નીચે સમુદ્રના ઘૂઘવતા મોજા અને આંખો સામે માયાવી નગરી મુંબઈનો દેખાતો નજારો… મન મોહી લેતા આવા મનમોહક વાતાવરણમાં જો જીભને જલસો પાડી દેતું ભોજન મળી જાય તો? વિચારીને જ દિલ એકદમ ગાર્ડન ગાર્ડન થઈ ગયું ને, પણ હવે મુંબઈગરા આ આહ્લાદક અનુભવ માણી શકશે અને એ પણ મુંબઈની ક્વીન્સ નેકલેસ ગણાતા મરીન ડ્રાઈવ પર…

ટૂંક સમયમાં જ મરીન ડ્રાઈવ નજીક એક ફ્લોટિંગ રેસ્ટોરાં શરૂ કરવામાં આવશે અને આ રેસ્ટોરાંમાં કસીનો અને બાર જેવી સુવિધાઓનો લૂત્ફ મુંબઈકર ઉઠાવી શકશે.આ માટે મહારાષ્ટ્ર મેરીટાઈમ બોર્ડ દ્વારા કોન્ટ્રાક્ટરની પસંદગી કરવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે.


મુંબઈમાં ટુરિઝમને વેગ આપવા માટે આ ફ્લોટેલ ઊભું કરવામાં આવશે. જોકે, આ અગાઉ બાંદ્રા ખાતે સમુદ્રમાં આ જ પદ્ધતિનો ઉપયોગ કરીને ફલોટેલ્સ ઊભી કરવામાં આવી છે પણ મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MSRDC) દ્વારા બાંદ્રા વર્સોવા સી લિંકનું કામ શરૂ કરવામાં આવ્યું હોવાને કારણે ફ્લોટેલ તરફ જનારી જેટ્ટી બંધ કરવામાં આવી છે જેને કારણે ફ્લોટેલ હાલમાં બંધ છે.


હવે મહારાષ્ટ્ર મેરીટાઈમ બોર્ડ દ્વારા પણ આ જ ધોરણે ફ્લોટેલ ઊભી કરવાની યોજના તૈયાર કરી છે. સમુદ્રામાં આવેલી આ ફ્લોટેલ સુધી પહોંચી શકાય એ માટે NCPA એટલે કે નરીમાન પોઈન્ટ પાસે 1000 સ્ક્વેર મીટર ક્ષેત્રફળ પર નૌકાદળ જેટ્ટી બનાવવામાં આવશે અને આ જેટ્ટી અદ્યતન સુવિધાથી સજ્જ રહેશે. આ સિવાય હેલિકોપ્ટર કે પ્રાઈવેટ જેટથી આવનારા પર્યટકો પણ આ ફ્લોટેલ સુધી પહોંચી શકે એ માટે હેલિપેડની સુવિધા ઉપલબ્ધ કરાવી આપવામાં આવશે. આ ફ્લોટેલ માટે આશરે 240 કરોડ રૂપિયાનો ખર્ચ અપેક્ષિત છે.


આ ફ્લોટેલ આખા વર્ષમાં 275 દિવસ ખુલ્લી રહેશે અને ચોમાસાના દિવસોમાં એટલે કે જૂનથી સપ્ટેમ્બર સુધી દરિયો તોફાની થતો હોવાને કારણે ફ્લોટેલ પર્યટકો માટે બંધ રાખવામાં આવશે. આ ફ્લોટેલ પર પર્યટકોને વિવિધ ફૂડ કોર્ટ, રેસ્ટોરાં, બાર, કેસિનો, બેન્ક્વેટ હોલ, શોપિંગ મોલ્સ, સ્વિમિંગ પૂલ, લાઈબ્રેરી, ડ્રામા માટે થિયેટર્સ અને એમ્ફી થિયેટર જેવી વિવિધ સુવિધાઓ આપવામાં આવશે.


ટેન્ડર પ્રક્રિયા પૂરી થયા બાદ ફ્લોટેલ ઊભી કરવા અને પર્યટકો માટે ખુલ્લી મૂકવા માટે આશરે ચાર વર્ષનો સમય લાગશે, એવી માહિતી મહારાષ્ટ્ર મેરીટાઈમ બોર્ડના અધિકારી દ્વારા આપવામાં આવી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ