આમચી મુંબઈ

Good News: મુંબઈના સૌપ્રથમ Cable-Stayed Bridge થઈ ગયો તૈયાર, જાણો ક્યારે ખૂલશે?

મુંબઈઃ જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે રે રોડ સ્ટેશન પર શહેરનો સૌપ્રથમ Cable-Stayed Bridge હવે વાહનચાલકોના ઉપયોગ માટે સંપૂર્ણ તૈયાર થઈ ગયો છે. આ બ્રિજ શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે સૌથી મોટી સિદ્ધિ છે. માત્ર બે વર્ષમાં પૂર્ણ થયેલ આ છ લેનનો આ પુલ દેશના સૌથી ઝડપથી બનેલા રોડ ઓવરબ્રિજમાંના એક તરીકે બેન્ચમાર્ક સ્થાપિત કર્યો છે. આ પુલ ૨૬ જાન્યુઆરીના ખૂલ્લો મુકવામાં આવે તેવી શક્યતા છે. સમગ્ર મુંબઈમાં બ્રિટિશ યુગના જૂના પુલોને બદલવાના વ્યાપક પ્રયાસના ભાગરૂપે મહારાષ્ટ્ર રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશનની આગેવાની હેઠળ ૧૪ ફેબ્રુઆરી, ૨૦૨૨ના આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો.

૨.૭૩ અબજ રુપિયાની કિંમતનો આ પુલ ૩૮૫ મીટર લાંબો છે અને આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાને ઓછી કરવા વ્યૂહાત્મક રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે, તેમાં ટ્રાફિકને સરળ બનાવવા અને મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બે ડાઉન રેમ્પ અને ૧.૫૨-કિલોમીટર સ્ટ્રેચનો સમાવેશ થાય છે.

Also read: આજે ટી-20 ટૂર્નામેન્ટમાં મુંબઈ, સૌરાષ્ટ્ર, બરોડામાંથી કોણ પહોંચશે સેમિ ફાઈનલમાં?

રે રોડ કેબલ-સ્ટેડ બ્રિજ અનેક અદ્યતન સુવિધાઓ પ્રદાન કરે છે. તે રાહદારીઓ માટે ફૂટપાથની સાથે વધુ ટ્રાફિકને સમાવવા માટે છ પહોળી લેનનો બનાવવામાં આવ્યો છે. ઇન્ડિયન રોડ કૉંગ્રેસના ધોરણો અનુસાર બાંધવામાં આવેલા આ પુલની નીચેથી રેલ ટ્રાફિક સરળતાથી પસાર થઇ શકે છે. તેની કાર્યાત્મક ડિઝાઇન ઉપરાંત, બ્રિજમાં આર્કિટેક્ચરલ એલઈડી લાઇટિંગ છે જે તેના સૌંદર્યમાં વધારો કરે છે સાથે રાત્રિના સમયે મુસાફરોને વાહન ચલાવવામાં સુગમતા રહે છે. ઓગસ્ટ 2024માં પુલનું લગભગ 88 ટકા કામકાજ પૂરું થયું હતું. આમ છતાં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને કારણે કામગીરીમાં અવરોધ ઊભો થયો હતો. જોકે, હવે નિર્ધારિત કામકાજ પૂરું થયું હોવાથી મુંબઈ શહેરને વધુ એક આધુનિક પુલ મળશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button