આમચી મુંબઈ

અમેરિકામાં વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સમાં મુંબઈના અગ્નિશામન જવાનોએ જીત્યા ચાર મેડલ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
અમેરિકાના અલ્બામા રાજ્યના બર્મિંગમમાં તાજેતરમાં સંપન્ન થયેલા વર્લ્ડ પોલીસ ઍન્ડ ફાયર ગેમ્સ ૨૦૨૫માં મુંબઈ મહાનગરપાલિકાના મુંબઈ ફાયરબ્રિગેડના જવાનોએ પહેલા જ દિવસે પહેલો મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. મુંબઈ ફાયરબ્રિગેડના છ લોકોની ટુકડી ભારતીય ટીમમાં જોડાઈ હતી.

અમેરિકામાં ૨૮ જૂનથી છ જુલાઈ, ૨૦૨૫ દરમ્યાન યોજાયેલી સ્પર્ધામાં ૭૦થી વધુ દેશના પાંચ હજારથી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધકોએ ૬૦થી વધુ પ્રકારની રમત અને ડ્રિલ સ્પર્ધામાં ભાગ લીધો હતો. ભારતમાંથી ૪૭ ફાયરબ્રિગેડના અધિકારી અને કર્મચારીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો, તેમાં મુંબઈ ફાયરબ્રિગ્રેડના છ લોકોનો સમાવેશ થાય છે.

આ સ્પર્ધામાં ભારતે કુલ ૫૮૮ મેડલ જીતીને ત્રીજો નંબરે સ્થાન મેળવ્યું હતું, તેમાં ૨૮૦ ગોલ્ડ, ૧૭૮ સિલ્વર અને ૧૩૦ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. મુંબઈ ફાયરબ્રિગેડના ડૉ. દીપક ઘોષે બ્રોન્ઝ, ઉન્નતી ચિલકેવારે સિલ્વર અને શ્ર્વેતા દવણેએ સિલ્વર મેડલ જીત્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »
Back to top button