Mumbai fire: નવી મુંબઇની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ
નવી મુંબઇ: નવી મુંબઇની એક કેમિકલ ફેક્ટરીમાં ગુરુવારે વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દાખલ થઇ હતી અને આગને કાબૂમાં લવવાના પ્રાયસો હાથ ધરાયા હતાં. આગ લાગવાનું કારણ હજી અકબંધ છે. આ આગના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે. વીડિયોમાં આ કેમિકલ ફેક્ટરીમાંથી મોટાં મોટાં કાળા ધૂમાડા નીકળતાં દેખાઇ રહ્યાં છે.
પ્રાપ્ત વિગતો અનુસાર થાણે-બેલાપુરના ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં નવી મુંબઇમાં આવેલ મહેક કંપનીના પ્લોટ નંબર w6માં ગુરુવારે વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. આ ફેક્ટરીમાં બનતા કેમિકલને કારણે આગ તરત જ ફેલાઇ ગઇ હતી.
આ અંગેની જાણ થતાં જ મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MIDC)માં આવેલ ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં. જોકે આ આગ ભીષણ હોવાને કારણે અને કેમીકલ કંપનીમાં આગ લાગી હોવાને કારણે તે ખૂબ ઝડપથી ફેલાઇ રહી હતી. તેથી આ આગને કાબૂમાં લાવવા ફાયર બ્રિગેડના જવાનોને ભારે મથામણ કરવી પડી હતી.
આગ એટલી ભીષણ હજી કે તેને કાબૂમાં લાવવા માટે નવી મુંબઇ ફાયર બ્રિગેડની પણ મદદ લેવામાં આવી હતી. સદનસીબે આ આગમાં કોઇ પણ જાનહાની થઇ નથી. ન તો આગમાં કોઇ ફસાયા હોવાની જાણકારી મળી છે. આ આગને કાબૂમાં લાવવાના પ્રયાસો ચાલી રહ્યાં છે જેથી આગ નજીકની ઓફિસીસ અને ફેક્ટરીમાં ફેલાય નહીં.