Top Newsઆમચી મુંબઈ

નવા વર્ષની ઉજવણી પહેલા ફાયર સેફટી ઈન્સ્પેક્શન હોટલ, રેસ્ટોરાં, પબ અને બારની ફાયરબિગ્રેડ કરશે તપાસ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: નવા વર્ષના સ્વાગતની ઉજવણી પહેલા મુંબઈ ફાયરબિગ્રેડ દ્વારા ૨૨થી ૨૮ ડિસેમ્બર દરમ્યાન વિશેષ અગ્નિસુરક્ષા ઝુંબેશ હાથ ધરવામાં આવવાની છે, જેમાં હોટલ, રેસ્ટોરાં, પબ સહિતના એસ્ટાબ્લિશમેન્ટની તપાસ કરવામાં આવવાની છે. ફાયરબ્રિગેડને તેમના ઈન્સ્પેકશન દરમ્યાન ફાયર સેફટીના નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું હોવાનું જણાયું તો સંબંધિતો સામે મહારાષ્ટ્ર ફાયર પ્રીવેન્શન એન્ડ લાઈફ સેફટી મેઝર એક્ટ, ૨૦૦૬ અંતર્ગત પગલા લેવામાં આવશે.

ગોવામાં રવિવારે નાઈટક્લબમાં લાગેલી આગમાં ૨૫ લોકોના મૃત્યુ થયા હતા. આ દુર્ઘટના બાદ મુંબઈમાં ફરી એક વખત હોટલો, રેસ્ટોરાં અને પબ સહિતની સુરક્ષાને લઈને ફાયરબિગ્રેડ સર્તક થઈ ગઈ છે. નવા વર્ષની ઉજવણી દરમ્યાન હોટલ, રેસ્ટોરા, પબ, નાઈટ ક્લબ સહિતની જગ્યાએ મોટા પ્રમાણમાં કાર્યક્રમ રાખવામાં આવતા હોય છે અને તેમાં હજારોની સંખ્યામાં લોકો હાજર રહેતા હોય છે. તેથી ફાયરબિગ્રેડે ૨૨થી ૨૮ ડિેસેમ્બર દરમ્યાન સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરવાની છે.

એડિશનલ કમિશનર અશ્ર્વિની જોશીએ જણાવ્યું હતું કે ફાયર પ્રીવેન્શન એન્ડ લાઈફ સેફટી મેઝર એક્ટ ૨૦૦૬ મુજબ દરેક હોટલ, રેસ્ટોરાં, પબ, નાઈટ ક્લબ, બેન્કવેટ હોલ, મોલ્સ, ફાઈવ સ્ટાર હોટલ, લોજિંગ બોર્ડિંગ સહિતના એસ્ટાબ્લિશમેન્ટના માલિકોએ તેમની જગ્યાએ આગ સંબંધી તમામ સુરક્ષાના ઉપાય અમલમાં મૂકવામાં આવ્યા હોય તેનું ધ્યાન રાખવાનું રહેશે.

મુંબઈ ફાયર બ્રિગેડ તમામ અત્યાધુનિક સાધનોથી સજ્જ છે, છતાં સંબંધિતોએ સુરક્ષાને લગતા તમામ પગલા લઈને કોઈ દુર્ઘટના સર્જાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે અને નાગરિકોએ પણ સાવધ રહેવાની આવશ્યકતા છે.
ગયા વર્ષે પણ નવા વર્ષની ઉજવણી પહેલા આ મુજબની કાર્યવાહી ફાયરબ્રિગેડે હાથ ધરી હતી, જેમાં ૭૩૧ એસ્ટાબ્લિશમેન્ટનું ઈન્સપેકશન કરવામાં આવ્યું હતું અને આગ પ્રતિબંધક ઉપાયોનું પાલન નહીં કરવા માટે ૧૨ એસ્ટાબ્લિશમેન્ટ સામે આકરા પગલા લેવામાં આવ્યા હતા. નવા વર્ષની ઊજવણી દરમ્યાન ચોપાટીઓ પર સ્પશિયલ બોટ પણ લાઈફગાર્ડ સાથે તહેનાત રાખવામાં આવવાની છે.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button