Mumbai Ferry Tragedy: Death Toll Rises to 15

મુંબઈ ફેરી દુર્ઘટના: 7 વર્ષના બાળકનો મૃતદેહ મળ્યો, મૃત્યુઆંક વધીને 15 થયો

મુંબઈ: શહેરના દરિયાકાંઠે ગત બુધવારે બનેલી ગોઝારી ફેરી (Mumbai Ferry accident) દુર્ઘટમાં મૃત્યુઆંક વધી રહ્યો છે. આજે શનિવારે સર્ચ ઓપરેશન દરમિયાન સાત વર્ષના બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો, આ સાથે મૃત્યુઆંક 15 પર પહોંચ્યો છે. છોકરાની ઓળખ ઝોહન પઠાણ તરીકે થઈ હતી, બાળકની માતા પણ અકસ્માતમાં મૃત્યુ પામી હતી, તેઓ ગોવાનો વતની હતાં.

સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન:
પુરપાટ વેગે ચાલી રહી રહેલી ઇન્ડિયન નેવીની બોટ પેસેન્જર ફેરી ‘નીલ કમલ’ સાથે અથડાઈ હતી, જેને કારણે દુર્ઘટના સર્જાઈ હતી. ઇન્ડિયન નેવીએ આ મામલે તપાસ શરૂ કરી છે. સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશનના ભાગરૂપે ગુમ થયેલા મુસાફરોને શોધવા માટે નેવી અને કોસ્ટ ગાર્ડની બોટ તૈનાત કરવામાં આવી હતી, નેવીના હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી રહી છે.

નિર્દોષોના જીવ ગયા:
અહેવાલ મુજબ મુંબઈ દરિયા કિનારા નજીક એન્જિન ટ્રાયલ કરી રહેલા નેવી ક્રાફ્ટે નિયંત્રણ ગુમાવ્યું અને પેસેન્જર ફેરી ‘નીલ કમલ’ સાથે અથડાઈ. આ ફેરી ગેટવે ઓફ ઈન્ડિયાથી લોકપ્રિય પ્રવાસી સ્થળ એલિફન્ટા આઈલેન્ડ તરફ જઈ રહી હતી. પેસેન્જર ફેરી અને નેવી બોટ મળીને કુલ 113 લોકો સવાર હતાં, જેમાંથી 15ના મોત થયા છે. 98 લોકોને બચાવી લેવાયા હતા. નેવીની બોટમાં કુલ 6 લોકો સવાર હતાં, જેમાંથી બે બચી ગયા હતા.

Also read: ગેટવે ઓફ ઈન્ડિયા દુર્ઘટનાઃ ભાઇને શોધવા હૉસ્પિટલના ધક્કા ખાવા ભાઈ બન્યો લાચાર

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે મહારાષ્ટ્ર મેરીટાઇમ બોર્ડ (એમએમબી) દ્વારા જાહેર કરાયેલા દસ્તાવેજો અનુસાર, બોટમાં 84 મુસાફરો અને 6 ક્રૂ સભ્યોને લઈ જવાની પરવાનગી હતી, પરંતુ બોટ ઓવરલોડ હતી,

સંબંધિત લેખો

Back to top button