મુંબઇમાંથી એકપણ હિરા ઉદ્યોગ સુરત ગયો નથી: ફડણવીસનો વિધાનસભામાં વિરોધીઓને જવાબ
નાગપૂર: સુરતનો હિરા બજાર શિવાજી મહારાજના સમયથી છે. સુરતનું ડાયમંડ બુર્સનું કામ 2013માં શરુ થયુ હતું. આ ઇમારતનું હાલમાં જ ઉદઘાટન થયું છે. સુરતમાં હિરાનું નિર્માણ થાય છે અને આપડે ત્યાં નિર્માણ અને નિકાસ બંને થાય છે. મુબંઇ હિરાની નિકાસનું હબ છે.
સુરતમાં ભલે નવું બુર્સ શરુ કરાયું હોય પણ મુંબઇમાંથી એક પણ હિરા ઉદ્યોગ સુરત ગયો નથી. આવો દાવો નાયબ મુખ્યપ્રધાન અને ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં કર્યો છે.
મુંબઇનો હિરા બજાર ગુજરાતમાં મોકલવામાં આવી રહ્યો છે એવો આક્ષેપ વિરોધીઓએ કર્યો હતો. જેના જબાવમાં દેવેન્દ્ર ફડણવીસે મુંબઇના હિરાના વેપારીઓનું આજે પણ મહત્વ કાયમ છે એમ જણાવ્યું હતું. ભારત બુર્સ તથા હિરાના અન્ય વેપારીઓએ પોતે સુરત નહીં જાય એમ કહ્યું છે. ઉલ્ટાનું મુંબઇનો હિરા ઉદ્યોગ વિકસી રહ્યો છે એમ તેમણે કહ્યું હતું.
મહિલાન અને છોકરીઓની સુરક્ષાના મુદ્દે વાત કરતાં ફડણવીસે જણાવ્યું હતું કે, મહિલા અને છોકરીઓની સુરક્ષાના મુદ્દે મહારાષ્ટ્ર અન્ય રાજ્યોની સરખામણીમાં સુરક્ષિત રાજ્ય છે. મહારાષ્ટ્રમાં 2020માં 3 લાખ 94 હજાર 17 ગુના નોંધાયા હતાં. 2022માં તેમાં ઘટાડો નોંધાયો છે. 2022માં આ ગુના ઘટીને 3 લાખ 74 હજાર 38 જેટલાં હતાં. દિલ્હી અને મુંબઇની સરખામણી કરીએ તો દિલ્હીમાં રાતે 12 વાગે મહિલાઓ સુરક્ષિંત રીતે બહાર ફરી શકતી નથી. જોકે મુંબઇમાં મહિલાઓ સુરક્ષિત મોડી રાતે પણ બહાર ફરી શકે છે. એમ ફડણવીસે જણાવ્યું હતું.