આનંદો ! જળાશયોમાં ૯૫ ટકાથી વધુ પાણી | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

આનંદો ! જળાશયોમાં ૯૫ ટકાથી વધુ પાણી

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
મુંબઈની આખા વર્ષની પાણીની ચિંતા ટળી છે. છેલ્લા ચાર-પાંચ દિવસથી સતત પડી રહેલા મુશળધાર વરસાદને પગલે મુંબઈને પાણી પૂરું પાડનારાં સાતેય જળાશયોમાં પાણીનું સ્તર ૯૫.૧૨ ટકાએ પહોંચી ગયું છે.

લાંબા સમય સુધી વરસાદ ગાયબ રહ્યા બાદ ગયા શુક્રવારથી મુંબઈ સહિત સમગ્ર રાજ્યમાં વરસાદ ફરી સક્રિય થયો છે.

આપણ વાંચો: મુંબઈને વરસાદે બ્રેક મારીઃ થાણે-સીએસટી ટ્રેનવ્યવહાર ઠપ, જાણો મધ્ય-પશ્ચિમ લાઈનની સ્થિતિ

જળાશયોના કેચમેન્ટ એરિયામાં સતત પડી રહેલા વરસાદને પગલે જળાશયોમાં પાણીનું સ્તર ૧૩,૭૬,૭૦૩ મિલ્યન લિટરે ( ૯૫.૧૨) ટકાએ પહોંચી ગયું છે. ઉપરાઉપરી બે દિવસના વરસાદમાં અગાઉ તુલસી અને સોમવારે વિહાર છલકાઈ ગયું હતું.

ગયા વર્ષે જળાશયોમાં આ સમયે ૧૩,૫૩,૬૦૨ મિલ્યન લિટર(૯૩.૫૨ ટકા) અને ૨૦૨૩ની સાલમાં ૧૨,૦૯,૨૭૫ મિલ્યન લિટર (૮૩.૫૫ ટકા) જેટલો પાણીનો સ્ટોક હતો. મુંબઈને આખું વર્ષ પાણી પુરવઠો કરવા માટે જળાશયોમાં પહેલી ઑક્ટોબરના ૧૪,૪૭,૩૬૩ મિલ્યન લિટર જેટલું પાણી હોવું જોઈએ.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button