મુંબઈમાં સિલિન્ડર ફાટતા લાગેલી આગમાં 2 ઘાયલ, હાલત ગંભીર, હોસ્પિટલમાં દાખલ
આમચી મુંબઈ

મુંબઈમાં સિલિન્ડર ફાટતા લાગેલી આગમાં 2 ઘાયલ, હાલત ગંભીર, હોસ્પિટલમાં દાખલ

મુંબઈના વિક્રોલી વિસ્તારમાં શનિવારે રાત્રે એક મોટો અકસ્માત થયો હતો. અહીં સિલિન્ડર બ્લાસ્ટને કારણે શ્રીરામ સોસાયટીમાં આગ લાગી હતી. તેની અસરથી બે લોકો ગંભીર રીતે દાઝી ગયા છે, જેમની હાલત નાજુક હોવાનું કહેવાય છે. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી.

ત્યાં સુધીમાં લોકોએ જાતે પાણીનો મારો ચલાવીને અને વીજ પુરવઠો કાપી નાખીને આગને કાબુમાં લીધી હતી. ઘાયલોને સારવાર માટે રાજાવાડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાની પોલીસે માહિતી આપી હતી.

જ્યારે આ ઘટના બની ત્યારે ત્યાં હાજર બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અંગે ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું કે 46 વર્ષીય ધનંજય મિશ્રા 99 ટકા સુધી દાઝી ગયો છે. 45 વર્ષીય રાધેશ્યામ પાંડે 92 ટકા દાઝી ગયો છે. બંનેને સારવાર માટે રાજાવાડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી

Back to top button