Baba Siddique Assassination: હત્ચાનું કાવતરું રચાયું હતું આ રુમમાં, તમે પણ જુઓ વીડિયો…
મુંબઈ: બાબા સિદ્દીકીની હત્યા કરનારા ત્રણેય આરોપી કુર્લા વિસ્તારની જે રૂમમાં રોકાયા હતા એ રૂમનો વીડિયો સામે આવ્યો છે. ગુરમૈલ સિંહ, ધર્મરાજ અને શિવકુમાર છેલ્લાં એક મહિનાથી આ રૂમમાં રોકાયા હતા. કહેવાય છે કે આ જ રૂમમાં આ ત્રણેયે મળીને બાબા સિદ્દીકીની હત્યા કઇ રીતે કરવી તેનું કાવતરું રચ્યું હતું.
આ પણ વાંચો : બાબા સિદ્દીકી મર્ડરઃ બિશ્નોઈની કસ્ટડી મુંબઈ પોલીસને કેમ નથી મળી રહી?
ઉલ્લેખનીય છે કે એક ફેસબુક પોસ્ટમાં આ હત્યા લૉરેન્સ બિશ્નોઇ ગૅંગ દ્વારા કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું હતું. પોસ્ટમાં લૉરેન્સ બિશ્નોઇ ગૅંગનો સભ્ય ગણાવતા શખસે કરી હતી અને તેણે આ હત્યાની જવાબદારી લીધી હતી. જોકે, પોલીસ આ પોસ્ટમાં ખરેખર કેટલું તથ્ય છે તે ચકાસી રહી છે.
ઉલ્લેખનીય છે કે બાબા સિદ્દીકી અજિત પવાર જૂથની એનસીપી એટલે કે રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા હતા અને તેમના બોલિવૂડના સલમાન ખાન અને સંજય દત્ત જેવા સિતારાઓ સાથે પણ ગાઢ સંબંધ હતા.
આ પણ વાંચો : Baba Siddique murder : શૂટરોના નિશાન પર હતા બાપ અને દીકરો, પણ દીકરો બચી ગયો
જેના કારણે સિદ્દીકીની હત્યાથી ફક્ત રાજકીય જગત જ નહીં, પરંતુ બોલિવૂડમાં પણ સોપો પડી ગયો હતો. મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાંચ દ્વારા આ કેસની તપાસ કરવામાં આવી રહી છે અને શું ખરેખર લોરેન્સ બિશ્નોઇ ગેંગ આ હત્યા માટે જવાબદાર છે કે નહીં એ જાણવા માટે ટીમ અન્ય રાજ્યોમાં પણ રવાના કરવામાં આવી છે.