જુહુમાં 1.46 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું: પેડલરની ધરપકડ...

જુહુમાં 1.46 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું: પેડલરની ધરપકડ…

મુંબઈ: મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના એન્ટિ નાર્કોટિક્સ સેલે (એએનસી) જુહુ વિસ્તારમાં 1.46 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડી પાડીને 30 વર્ષના પેડલરની ધરપકડ કરી હતી.

એએનસીના કાંદિવલી યુનિટના અધિકારીઓને માહિતી મળી હતી કે જુહુમાં સેન્ટ જોસેફ સ્કૂલની નજીક મંગળવારે એક વ્યક્તિ ડ્રગ્સ વેચવા માટે આવવાની છે.

આથી પોલીસ ટીમે ઉપરોક્ત સ્થળે છટકું ગોઠવ્યું હતું અને શંકાને આધારે યુવકને તાબામાં લીધો હતો. યુવકની તલાશી લેવામાં આવતાં 3.90 લાખ રૂપિયાની 13 ગ્રામ એક્સટસી ટેબ્લેટ્સ અને 1.43 લાખ રૂપિયાનું 143 ગ્રામ કોકેન મળી આવ્યું હતું.

આરોપી જુહુ-અંધેરી વિસ્તારમાં ડ્રગ્સ વેચતો હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી ડ્રગ્સ ક્યાંથી મેળવતો હતો તેની તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો…ભિવંડી-અંધેરીથી 34 કરોડનું ડ્રગ્સ પકડાયું: વિદેશી નાગરિક, બે રીઢા આરોપીની ધરપકડ

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button