આપણું ગુજરાતઆમચી મુંબઈમધ્ય ગુજરાતવડોદરા

અનંત અંબાણીના લગ્નમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી વડોદરાના યુવકે આપી હતી,મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યો

મુંબઈઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશ વિદેશની અનેક મોટી હસ્તિઓએ જે લગ્નમાં હાજરી આપી, તે અનંત અંબાણીના લગ્ન પ્રસંગે બોમ્બ બ્લાસ્ટ કરી ઉડાવી દેવાની ધમકી આપનાર વડોદરાના યુવકને મુંબઈ પોલીસે ઝડપી પાડ્યો છે. મુંબઇ પોલીસ દ્વારા સોશિયલ મીડિયા ઉપર ધમકી આપનારની શોધખોળ શરૂ થઈ હતી. આ ટ્વીટ વડોદરા નાં યુવકે કર્યું હોવાનુ બહાર આવતા મુંબઈ પોલીસે વાઘોડિયા રોડ સુવર્ણ લક્ષ્મી એપાર્ટમેન્ટ માં રહેતા વિરલને ઝડપી મુંબઈ લઇ જવા રવાના થઈ છે.

મુંબઈનાં બાંદ્રા કુર્લા કોમ્પલેક્ષ ખાતે આવેલા જીઓ કન્વેંશન સેન્ટરમાં રિલાયન્સના મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન 12 થી 15 દરમિયાન યોજાયા હતા. એ દરમિયાન 13 તારીખે સોશિયલ મીડિયા પર એક યુવક દ્વારા ધમકી મળી હતી જેમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની માહિતી અપાઈ હતી.

અંબાણીના લગ્ન પ્રસંગે પ્રધાનમંત્રીથી માંડી ટોચના રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ, ફિલ્મ હસ્તીઓ સહિત રમત ગમતનાં ખેલાડીઓ હાજરી આપવાના હતા જેને લઈને સોશિયલ મીડિયા પર ઉચ્ચારવામાં આવેલી આ ધમકીને મુંબઈ પોલીસે ગંભીરતાથી લીધી હતી. અને લગ્ન સ્થળની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી હતી અને સોશિયલ મીડિયા પર ધમકી આપનાર ની શોધખોળ મુંબઈ સાયબર ક્રાઈમ વિભાગે શરૂ કરી હતી.બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્ષ ખાતે આવેલા જીઓ કન્વેન્શન સેન્ટરમાં બોમ્બ મૂકી દેવામાં આવ્યો છે એવી ધમકી નાં પગલે પોલીસે લગ્ન સ્થળ અને એની આજુબાજુના વિસ્તારમાં બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ ની મદદ થી ખૂણે ખૂણો તપાસી લીધો હતો અને લગ્ન સ્થળ ઉપર લગાવેલા મેટલ ડિરેક્ટર ની સંખ્યા વધારી દેવામાં આવી હતી અને દરેક માટે સુરક્ષા ચકાસણી માંથી પસાર થવું ફરજિયાત બનાવી મુંબઈ પોલીસના ચુનંદા અધિકારીઓ અને જવાનો ને સુરક્ષામાં લગાવી દેવાયા હતા.

દરમ્યાન મુંબઈ સાયબર ક્રાઇમ દ્વારા જે સોશિયલ મીડિયા હેન્ડલ પરથી ધમકી ઉચ્ચારવામાં આવી હતી જેની જાણકારી તાત્કાલિક માંગવામાં આવી હતી કંપનીએ ક્રિપ્ટીક ટ્વીટ અંગેની માહિતી આપી હતી, જેમાં ટ્વીટ વડોદરા નાં વાઘોડિયા રોડના સુવર્ણ લક્ષ્મી એપાર્ટમેન્ટ નંબર A 16 માં રહેતા વિરલ કલ્પેશભાઈ આશરાએ કર્યું હોવાનુ જણાવ્યુ હતુ.

આ માહિતીના પગલે મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ નાં પ્રભારી પોલીસ નિરીક્ષકે તાત્કાલિક ટીમ વડોદરા રવાના કરી હતી અને શહેર પોલીસ ની એસ. ઓ.જી શાખા બાદ વિરલ બાપોદ પોલીસની હદમાં રહેતો હોવાથી બાપોદ પોલીસનો સંપર્ક કર્યો હતો મામલાની ગંભીરતા જોતા ઉચ્ચ પોલીસ અધિકારીઓને પણ જાણ થઈ હતી. બાદમાં મુંબઈ પોલીસે વડોદરા પોલીસની મદદ મેળવી વીરલના નિવાસસ્થાને જઈ ઝડપી લીધો હતો અને મુંબઈ લઇ જવા રવાના થઈ હતી.

શું હતી ધમકી? બોમ્બ ફૂટશે તો દુનિયા ઊંધી-છતી થઇ જશે
સોશિયલ મીડિયા પર અપાયેલી ધમકી અંગ્રેજી માં આપી હતી જેમાં ”માય માઈન્ડ ઇઝ વન્ડરિંગ સેમલેસ્લી ધેટ હાફ ઓફ વર્લ્ડ વુલ્ડ ગો અપ સાઈડ ડાઉન ટુમોરો ઓફ અ બોમ્બ વેંન્ટ ઓફ એટ ધ અંબાણી વેડિંગ ટ્રિલિયન ઓફ ડોલર ઈન વન પિન કોડ” એનો અર્થ એવો થાય છે કે આ લગ્ન એક નિર્લજ્જ છે મારા મનમાં ઘૂસી ગયું કે જો અંબાણીના લગ્નમાં જો બોમ્બ ફૂટશે તો એક પિન કોડમાં અડધી દુનિયા ઊંધી છત્તી થઈ જશે.

માતાની વ્યથા, પુત્ર આવું કરે એ મનાય નહિ
વાઘોડિયા રોડ ઉપર આવેલા સુવર્ણ લક્ષ્મી એપાર્ટમેન્ટમાં વિરલનાં ઘરે દિવ્ય ભાસ્કર પહોંચ્યું ત્યારે એની માતા અને બહેન હાજર હતાં અને ગભરાયેલાં હતાં એમને મુંબઈ પોલીસ આવી હતી અને મારા પુત્રને લઈ ગઈ છે મારો પુત્ર બોમ્બની ધમકી આપી શકે જ નહિ એના એકાઉન્ટનો ઉપયોગ બીજા કોઈ એ કર્યો હશે એમ જણાવ્યું હતું.

બોમ્બની ધમકી આપનારને મુંબઇ પોલીસ લઇ ગઇ: PI
સુવર્ણ લક્ષ્મી એપાર્ટમેન્ટ અમારા પોલીસ મથકની હદમાં આવેલું છે.મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ આવી હતી અને અંબાણીના લગ્નમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપનાર વિરલ આશરા ને ઝડપી મુંબઈ લઇ ગઈ છે. હવે આગળની તપાસ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ કરશે, તેમ બાપોદ પોલીસમથકના પીઆઈ મથકએમ.આર.સાંગડાએ જણાવ્યું હતું.

અગાઉ પણ વડોદરાથી આવી છે આવી ધમકીઓ
મુંબઈની રિઝર્વ બેન્ક સહિત અન્ય બેન્ક અને મહત્વના સ્થળને બોમ્બ થી ઉડાવી દેવાની ધમકી ઇમેઇલ કરી આપવામાં આવી હતી જેના પગલે મુંબઇ પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો, તે પ્રકરણના સંબંધમાં ં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે વડોદરા થી ત્રણ ને આવો ધમકી ભર્યો ઇમેઇલ કરવા બદલ ઝડપી પાડયા હતા જેમાં મહમંદ અરશિલ, વસીમ મેમણ અને આદિલ મલિક નો સમાવેશ થયો હતો જમનાબાઈ હોસ્પિટલ પાસે આવેલા જમાંતખાના નાં વાઇફાઇ નો ઉપયોગ કરી આ ઇમેઇલ કરાયો હોવાનું પોલીસે શોધી કાઢી એમને ઝડપી મુંબઈ લઇ જવાયા હતા.તે સંબંધમાં મુંબઇ પોલીસે ગહન તપાસ હાથ ધરીને ઘનિષ્ઠ પુછપરછ હાથ ધરી હતી અને તેમના સીડીઆર ચકાસ્યા હતા.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News