સ્મશાનભૂમિમાં અંતિમસંસ્કાર માટે રજિસ્ટ્રેશની ઓનલાઈન સુવિધા...
આમચી મુંબઈ

સ્મશાનભૂમિમાં અંતિમસંસ્કાર માટે રજિસ્ટ્રેશની ઓનલાઈન સુવિધા…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મુંબઈ મહાનગરપાલિકા દ્વારા ‘સ્મશાનભૂમિ મેનેજમેન્ટ સિસ્ટમ (ઍપ્લિકેશન)’ સેવા ચાલુ કરવામાં આવવાની છે. આ સેવાના માધ્યમથી મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત સ્મશાનભૂમિ/દફનભૂમિમાં અંતિમસંસ્કાર માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાની સેવા ઉપલબ્ધ થવાની છે.

આ એપ્લિકેશન હેઠળ અનેક સુવિધા નાગરિકોને ઉપલબ્ધ થશે, જેમાં નિધન થયેલી વ્યકિતના સ્થાનથી પાંચ કિલોમીટર પરિસરમાં મુંબઈ મહાનગરના સ્મશાનભૂમિ/દફનભૂમિમાં અંતિમસંસ્કાર માટે સ્લોટ બુક કરી શકાશે. સ્મશાનભૂમિ મેનેજમેન્ટ સિસ્ટમ હેઠળ સ્મશાનભૂમિ ઉપલબ્ધ છે કે નહીં તેની માહિતી મેળવી શકાશે. અંતિમસંસ્કારના રજિસ્ટ્રેશનની માહિતી, તેમાં ફેરફાર કરવા અથવા રદ થયું તો તેની માહિતી મોબાઈલ પર એસએમએસ દ્વારા મળશે.

અંતિમ સંસ્કારનું રજિસ્ટ્રેશન કર્યા બાદ તૈયાર થનારા રજિસ્ટ્રેશન નંબરને કારણે રજિસ્ટ્રેશનની માહિતી ચોક્કસ સ્વરૂપમાં મળી શકશે. રજિસ્ટ્રેશન કરેલા સમય સંબંધિત ન પહોંચી શકે તો એ સમય બીજાને ફાળવવું આ સિસ્ટમ દ્વારા શક્ય બનશે. આ સિસ્ટમ ૧૯ જુલાઈ, ૨૦૨૫ની પાલિકાની વેબસાઈટ https://portal.mcgm.gov.in પર ઉપલબ્ધ થશે. નાગરિકો અહીં અરજી કરી શકશે.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »
Back to top button