આમચી મુંબઈ

નાળાસફાઈમાં કૉન્ટ્રેક્ટરની કામચોરી રોકવા પાલિકાએ આપ્યા ફરમાન…

સબ એન્જિનિયર અને આસિસ્ટન્ટ એન્જિનિયરે સાઈટ પર હાજર રહેવું પડશે

મુંબઈ: મુંબઈમાં ચોમાસાના આગમન પહેલા એટલે કે ૩૧ મે સુધીમાં નાના-મોટા તમામ નાળાઓની સફાઈ પૂરી કરી નાખવાનો સુધરાઈનો લક્ષ્યાંક છે અને તે માટે પચ્ચીસ માર્ચથી નાળાઓની સફાઈનું કામ ચાલી કરી દેવામાં આવ્યું છે ત્યારે કૉન્ટ્રેક્ટરો દ્વારા નાળાસફાઈમાં કામચોરી કરવામાં આવે નહીં અને તે માટે તેમના પર નજર રાખવા માટે સાઈટ પર સબ એન્જિનયર અને આસિસ્ટન્ટ એન્જિનિયરોને પ્રત્યક્ષ હાજર રહેવાનું ફરમાન પાલિકા પ્રશાસને આપ્યો છે.

પાલિકાના એડિશનલ કમિશનર અભિજિત બાંગરે ગુરુવારે પૂર્વ ઉપનગરમાં જુદા જુદા વિસ્તારોમાં ચાલી રહેલી નાળાસફાઈના કામનું નિરીક્ષણ કર્યું હતું એ દરમ્યાન નાળાસફાઈના કામમાં પારદર્શકતા જળવાઈ રહે અને કામ સમયસર રોજના શેડ્યુલ મુજબ કરવાનું અને ૩૧ મેની ડેડલાઈન પહેલા નાના-મોટા નાળા અને ગટરોનીની સફાઈ યોગ્ય રીતે થાય તે માટે પાલિકાના સબ એન્જિનયર અને આસિસ્ટન્ટ એન્જિનિયરોને સાઈટ પર રોજ હાજરી પુરાવાની અને રોજનો અહેવાલ બનાવવાનો નિર્દેશ આપ્યો હતો.

આ પણ વાંચો: જીવનસાથીને આત્મહત્યાની ધમકી આપવી એ ક્રૂરતા છેઃ હાઈ કોર્ટે આપ્યો મહત્ત્વનો ચુકાદો

ગયા વર્ષે ચોમાસામં પૂર્વ ઉપનગરના ભાંડુપ રેલવે સ્ટેશન નજીક પાટા પર ભરાયેલા પાણીને કારણે રેલવે ઠપ થઈ ગઈ હતી, તેનું પુનરાવર્તન થાય નહીં તે માટે મધ્ય રેલવેની સાથે જ મેટ્રો રેલવે સાથે સમન્વય સાધવાનો નિેર્દેશ પણ તેમણે આપ્યો હતો. નાળામાં ઉપરના ભાગમાં તરતો કચરો ખાસ કરીને પ્લાસ્ટિકના કચરાને રોકવા માટે આવશ્યક હોય તે જગ્યાએ જાળીઓ બેસાડવાનો આદેશ પણ અભિજિત બાંગરે આપ્યો હતો.

આસિસ્ટન્ટ કમિશનરે ગુરુવારે સાયન-પનવેલ હાઈવે પરના માનખુર્દ નાળું જયાં મોટી સંખ્યામાં ઝૂંપડપટ્ટી હોવાથી નાળામાં પ્લાસ્કિ સહિતનો કચરો નાખવાનું પ્રમાણ વધારે હોવાથી અહીં શક્ય હોય ત્યાં નાળાની બંને બાજુએ ઊંચી જાળીઓ બેસાડવાનો અને આવશ્યક હોય ત્યાં નાળા તરફ જનારા ગલી પરિસરના રસ્તાઓને જાળીઓ લગાવીને બંધ કરવાનો આદેશ પણ તેમણે આપ્યો હતો. તો દેવનાર નાળા પાસે ભંગારવાળાઓની મોટા પ્રમાણમાં દુકાનો હોવાથી ત્યાંથી મોટા પ્રમાણમાં કચરો નાળામાં નાખવામાં આવે છે, તેને કારણે સાયન-પનવેલ હાઈવેની સાથે જ ઈસ્ટર્ન હાઈવેને પણ ચોમાસા દરમ્યાન અસર થઈ શકે છે. તેથી અહીં ચોરીને ધ્યાનમાં રાખીને આવશ્યક હોઈ ત્યાં લોખંડને બદલે ફાઈબર રિઈન્ફોસર્ડ પોલિમરની જાળીઓ બેસાડવાની સૂચના પણ તેમણે આપી હતી.

આ પણ વાંચો: Thank you BMC: મુંબઈગરાઓએ હવે નહીં સહન કરવો પડે ક્લિન-અપ માર્શલ્સનો ત્રાસ…

ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર જોગેશ્ર્વરી-વિક્રોલી લિંક રોડ પરના કલ્વર્ટનું નિરીક્ષણ કર્યા બાદ અહીં ચોમાસામાં પાણી ભરાવાની શક્યતા તેમણે વ્યક્ત કરી હતી. કલ્વર્ટમાં ૯૦૦ મિલિમીટર વ્યાસની બે પાઈપલાઈન છે, તેથી અહીં પાણી ભરાઈ શકે છે. બ્રિમસ્ટોવડના અહેવાલ અનુસા અહીં ૭.૫ મીટરના બે કલ્વર્ટ બાંધવા આવશ્યક છે, તેની સામે માત્ર એક જ છે. તેથી ચોમાસા પહેલા ટ્રાફિકને અસર નહીં થતા આ કામ કરવું શક્ય હોય તો કરવાની સૂચના પણ તેમણે આપી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button