આમચી મુંબઈ

આવતી કાલથી ઠંડી મુંબઈમાં પાછી ફરશે અઠવાડિયાથી હેરાન કરતી ગરમી અને ઉકળાટથી મળશે રાહત

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: શિયાળાની મોસમમાં પણ ઉનાળા જેવી આકરી ગરમીનો અનુભવ મુંબઈ સહિત રાજ્યમાં થઈ રહ્યો છે. ‘ફેંગલ’ વાવાઝોડાને કારણે નવેમ્બરમાં શિયાળાની ઠંડીને બદલે ગરમી અને ઉકળાટ થઈ રહ્યો છે. જોકે હવે ધીમે ધીમે તાપમાનનો પારો ફરી નીચે ઊતરી રહ્યો છે અને સોમવારથી ફરી ઠંડી પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. મુંબઈમાં પણ શનિવારે મહત્તમની સાથે લઘુતમ તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો હતો.

રાજ્યમાં ભરશિયાળામાં ઓક્ટોબર જેવી આકરી ગરમી પડી રહી હતી. મોટાભાગના જિલ્લામાં લઘુતમ તાપમાન પણ ૨૦થી ૨૫ ડિગ્રીની આસપાસ પહોંચી ગયું હતું. હવામાન ખાતાના અધિકારીના કહેવા મુજબ ફેંગલ’ વાવાઝોડાને કારણે રાજ્યમાં ભેજનું પ્રમાણ વધી ગયું હતું અને અઠવાડિયા સુધી વાદળિયું વાતાવરણ રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ વધી જતા ઉકળાટ થઈ રહ્યો છે. રાજ્યના નાશિક, પુણે, મહાબળેશ્વર જેવા શહેરોમાં અઠવાડિયા અગાઉ લઘુતમ તાપમાન જે ૮થી ૧૨ ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું હતું તે ગયા અઠવાડિયામાં ૧૫થી ૨૦ ડિગ્રીએ પહોંચી ગયું હતું. જોકે હવે ફેંગલ’ વાવાઝોડાની અસર ઘટી રહી હોવાથી વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ ધીમે ધીમે ઘટી રહ્યું હોવાથી શનિવારથી તાપમાનમાં ઘટાડો થઈને ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતા છે. સોમવારથી રાજ્યમાં ગરમીથી રાહત મળવાની શક્યતા છેે.


Also read: ૩૦૦ એકરની જમીન અમારી: વક્ફ બોર્ડ


મુંબઈમાં પણ શનિવારે શુુક્રવારની સરખામણીમાં તાપમાનમાં ખાસ્સો એવો ઘટાડો નોંધાયો હતો. શુક્રવારે સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન ૩૪.૪ ડિગ્રી અને કોલાબામાં ૩૨.૬ ડિગ્રી નોંધાયું હતું,તેમાં ઘટાડો થઈને શનિવારે કોલાબામાં મહત્તમ તાપમાન ૩૧.૨ ડિગ્રી અને સાંતાક્રુઝમાં ૩૩.૭ ડિગ્રી નોંધાયું હતું. તો લઘુતમ તાપમનમાં પણ જે ૨૫ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું, તે ઘટીને શનિવારે કોલાબામાં ૨૩.૨ ડિગ્રી અન્ે સાંતાક્રુઝમાં ૨૦.૭ ડિગ્રી નોંધાયું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button