Good News: કોસ્ટલ રોડ વાહનચાલકો માટે 24 કલાક ખૂલ્લો રહેશે, જાણો ક્યારથી મળશે સુવિધા?

મુંબઇઃ મુંબઇના દક્ષિણ છેડાને ઉત્તર છેડા સાથે એટલે કે નરીમાન પોઇન્ટને દહીસર સુધી જોડતો કોસ્ટલ રોડ તબક્કાવાર બનાવવામાં આવી રહ્યો છે. હાલમાં આ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો મરીન ડ્રાઇવના પ્રિન્સેસ સ્ટ્રીટ ફ્લાય ઓવરથી બાન્દ્રા-વરલી સી લિંકના અંત સુધી બનાવવામાં આવ્યો છે. આ કોસ્ટલ રોડની લંબાઇ 10.58 કિમી છે. હવે કોસ્ટલ રોડ અંગે મહત્વના સમાચાર જાણવા મળ્યા છે. હાલમાં આ રૂટ પર ટ્રાવેલ કરતા પંદરેક મિનિટનો સમય લાગે છે, પણ હવે લોકોને થતાં ફાયદાઓ ધ્યાનમાં રાખીને એપ્રિલ બાદ સમગ્ર કોસ્ટલ રોડ વાહનચાલકો માટે 24 કલાક ખુલ્લો મૂકવામાં આવશે.
Also read : ‘જો તમે અમને તોડવાનો પ્રયાસ કરશો, તો અમે તમારું માથું ફોડી નાખીશું’: ઉદ્ધવ ઠાકરે
હાલમાં આ રોડ પણ ઘણા નાના મોટા, છૂટાછવાયા કામ બાકી છે. આ રસ્તા પર સીસીટીવી ઇન્સ્ટોલ કરવાના બાકી છે. આ રોડ પર વચ્ચે બે ઇન્ટરચેન્જ ઉપરાંત અમરસન્સ ખાતે સુરક્ષા નિયંત્રણ કક્ષ બનાવવાનું કામ ચાલુ છે. આ બધા કામ માર્ચ મહિનાના અંત સુધીમાં પૂરા થઇ ગયા બાદ કોસ્ટલ રોડ 24 કલાક ખુલ્લો મુકાશે, એવી માહિતી મળી છે.
Also read : ‘મુંબઈ સમાચાર ગ્લોબલ ગુજરાતી આઈકન એવોર્ડ-દ્વિતીય’ ફરી ધૂમ મચાવશે દુબઈમાં
નોંધનીય છે કે 12 માર્ચ 2024થી જાન્યુઆરી 2025 સુધીમાં આ રૂટ પર 50 લાખથી વધુ વાહનોએ મુસાફરી કરી છે. આ રૂટ પર દરરોજ સરેરાશ 18થી 20 હજાર વાહનો મુસાફરી કરી છે.આ રોડ હાલમાં સવારે સાત વાગ્યાથી રાતે 12 વાગ્યા સુધી ખુલ્લો રહે છે, પણ વાહનચાલકોને થતા ફાયદાઓ ધ્યાનમાં રાખીને એપ્રિલ બાદ આ કોસ્ટલ રોડ વાહનચાલકો માટે 24 કલાક ખુલ્લો રાખવાની યોજના છે.