દહિસર-ભાયંદર કોસ્ટલ રોડ વચ્ચેની અડચણ દૂર મીઠા આગરની જમીનનો કબજો મળ્યો...
Top Newsઆમચી મુંબઈ

દહિસર-ભાયંદર કોસ્ટલ રોડ વચ્ચેની અડચણ દૂર મીઠા આગરની જમીનનો કબજો મળ્યો…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: કેન્દ્રીય મિઠાગર મંત્રાલયે પોતાની જમીન રાજ્ય સરકારને હસ્તાંતર કરતા દહિસરથી ભાયંદર વચ્ચે બની રહેલા કોસ્ટલ રોડ આડેનો મોટો અવરોધ દૂર થયો છે. આગામી ત્રણ વર્ષમાં આ રોડ તૈયાર થઈ જતા કોસ્ટલ રોડ માર્ગે નરિમાન પોઈન્ટથી મીરા-ભાયંદર વચ્ચેનું અંતર ફક્ત અડધા કલાકમાં પાર કરી શકાશે.

રાજ્યના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈકે જણાવ્યું હતું કે છેલ્લા ચાર-પાંચ વર્ષથી કેન્દ્રીય મીઠાગર મંત્રાલય અને રાજ્ય સરકાર સાથે ફોલો-અપ ચાલી રહ્યું હતું, તેને કારણે દહિસર-ભાયંદરના ૬૦ મીટર રસ્તામાંથી ૫૩.૧૭ એકર જગ્યા કેન્દ્રીય મિઠાગર મંત્રાલયે રાજ્ય સરકારના માધ્યમથી મીરા-ભાયંદર મહાનગરપાલિકાને હસ્તાંતર કરવાને માન્યતા આપી છે. તેથી દહિસરથી ભાયંદર અને આગળ વસઈ-વિરાર તરફ જનારો રસ્તો તૈયાર થનારા માર્ગને આડેથી અડચણ દૂર થઈ છે.

મુંબઈ મહાનગરપાલિકાના માધ્યમથી કોસ્ટલ રોડ ઉત્તન સુધી જવાનો છે ત્યાંથી દહિસર-ભાયંદર આ ૬૦ મીટરનો પહોળો રસ્તો મીરા રોડમાં સુભાષચંદ્ર બોઝ મેદાન સુધી આવીને ત્યાંથી વસઈ-વિરાર આ બે શહેરને જોડશે. આ રસ્તાની ટેન્ડર પ્રક્રિયા આ પહેલા જ શરૂ કરવામાં આવી હતી.

આ કામ એલ એન્ડ ટીને આપવામાં આવ્યું હોઈ આગામી ત્રણ વર્ષમાં આ પ્રોજેક્ટ પૂરો થશે. તે માટે થનારો ત્રણ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ મુંબઈ મહાનગરપાલિકા કરવાની છે. કોસ્ટલ રોડ ઉત્તનથી વિરાર તરફ જતા દરિયાકિનારા પરથી જનારો રોડ હોઈ તેની સામે કોળી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

જોકે રાજ્ય સરકાર સાથે ચર્ચા બાદ તેમણે રાખેલી માગણીઓને માન્યતા આપ્યા બાદ પ્રોજેક્ટ આગળ વધ્યો હતો. તેથી આ રોડ ઉત્તનથી દહિસર અને ત્યાંથી મીરા-ભાઈંદર માર્ગે વસઈ-વિરર તરફ જમીન પરથી જશે.

આ પણ વાંચો…મોદીના સ્વદેશી નારાને તેમના જ સાથીઓ તરફથી કચરાની ટોપલી

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button