આમચી મુંબઈટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

કોસ્ટલ રોડ અને મહાલક્ષ્મી રેસકોર્સની સાથે ‘મુંબઈ સેન્ટ્રલ પબ્લિક પાર્ક’ પ્રોજેક્ટ સાકાર થશે: એકનાથ શિંદે

મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની હાજરીમાં લીઝ કરાર પર હસ્તાક્ષર

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મહાલક્ષ્મી રેસકોર્સની લગભગ 120 એકર અને મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટની 175 એકર જમીનને મેળવીને લગભગ 300 એકર વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડનો ‘મુંબઈ સેન્ટ્રલ પબ્લિક પાર્ક’ વિકસાવવા માટે મંજૂરી આપવામાં આવી છે. મહાલક્ષ્મી રેસકોર્સના પ્લોટ પરની કુલ 211 એકર જમીનમાંથી લગભગ 91 એકર જમીન 30 વર્ષના લીઝ પર આપવાના કરાર પર રોયલ વેસ્ટર્ન ઈન્ડિયા ટર્ફ ક્લબ લિ. સાથે એકનાથ શિંદેની હાજરીમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. પરિણામે, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટીતંત્ર દ્વારા 120 એકર જમીન સંપાદિત કરવામાં આવી છે.

આ પણ વાંચો: લોકોના વિચાર, વિકાસ અને વિશ્ર્વાસ એ જ અમારા કામની ત્રિપુટી: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે

મહાલક્ષ્મી રેસકોર્સ ખાતે 211 એકર પ્લોટ 100 વર્ષથી વધુ સમયથી રોયલ વેસ્ટર્ન ઇન્ડિયા ટર્ફ ક્લબ લિ.ને લીઝ કરાર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. આ જગ્યાના લીઝ કરારની મુદત થોડા વર્ષો પહેલા સમાપ્ત થઈ ગયા બાદ, મુંબઈ મહાનગરપાલિકા વહીવટીતંત્ર દ્વારા વ્યાપક નાગરિક હિતમાં આ પ્લોટનો કબજો મેળવવા માટે સતત પ્રયાસ કરી રહ્યું હતું. આ માટે સૌથી પડકારજનક પાસું વિવિધ કાનૂની મુદ્દાઓ, વૈધાનિક પડકારો અને વહીવટી મુશ્કેલીઓમાંથી પસાર થવાનું હતું. રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની સૂચના મુજબ મુખ્ય પ્રધાનના એડિશનલ પ્રિન્સિપલ સેક્રેટરી અને તત્કાલીન પાલિકા કમિશનર ડો. ઇકબાલ સિંહ ચહલ, હાલના કમિશનર અને પ્રશાસક ભૂષણ ગગરાણી તેમજ ડેપ્યુટી કમિશનર (નાણા) પ્રશાંત ગાયકવાડ અને પ્રોપર્ટી ડિપાર્ટમેન્ટે સમગ્ર મામલાના તલસ્પર્શી અભ્યાસ અને ફોલોઅપ બાદ સૌહાર્દપૂર્ણ ઉકેલ સુધી પહોંચવામાં સફળતા મેળવી છે. પરિણામે મુખ્ય પ્રધાનની કલ્પનાના આંતરરાષ્ટ્રીય ધોરણના ’મુંબઈ સેન્ટ્રલ પબ્લિક પાર્ક’ને મુંબઈ મનપા વહીવટીતંત્ર હવે સાકાર કરી શકશે.

મહારાષ્ટ્ર સરકારે તાજેતરમાં મહાલક્ષ્મી રેસકોર્સ લીઝની મુદત પૂરી થયા બાદ કુલ પ્લોટમાંથી 120 એકર જમીન બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી છે. અને બાકીનો 91 એકરનો પ્લોટ મે. રોયલ વેસ્ટર્ન ઈન્ડિયા ટર્ફ ક્લબ લિમિટેડને લીઝ પર આપવામાં આવશે. આ લીઝ કરાર 1 જૂન 2023 થી 31 મે 2053 સુધીના 30 વર્ષના સમયગાળા માટે છે.

આ પણ વાંચો: માર્ગ અકસ્માતમાં ઘાયલ જૈન સાધ્વીની મદદે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દોડી આવ્યા

આ લીઝ કરાર પર મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની હાજરીમાં મંગળવારે (2 જુલાઈ, 2024)ના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. રોયલ વેસ્ટર્ન ઈન્ડિયા ટર્ફ ક્લબ લિમિટેડ વતી કે. એન. ધનજીભોય, ડો. રામ શ્રોફ, દિલીપ ઠક્કર, સેક્રેટરી નિરંજનસિંહ હાજર રહ્યા હતા.

91 એકર રેસ કોર્સ પ્લોટ. રોયલ વેસ્ટર્ન ઈન્ડિયા ટર્ફ ક્લબ લિમિટેડને સોંપ્યા પછી, બાકીની 120 એકર જમીન હવે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના કબજામાં છે. રેસ કોર્સ વિસ્તારને અડીને આવેલા મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટમાં આ 120 એકર જમીન અને 175 એકર જમીન સાથે લગભગ 300 એકર વિસ્તાર પર પાલિકા હવે ન્યૂયોર્ક અને લંડનની તર્જ પર આંતરરાષ્ટ્રીય ધોરણના ‘મુંબઈ સેન્ટ્રલ પબ્લિક પાર્ક’ના વિકાસને વેગ આપશે.

આ પણ વાંચો: મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ રાજકારણ છોડી એક્ટિંગમાં હાથ અજમાવ્યો?

રોયલ વેસ્ટર્ન ઈન્ડિયા ટર્ફ ક્લબ લિમિટેડ પાસેથી પાછી મેળવવામાં આવેલી જમીન પર કોઈપણ પ્રકારનું વ્યાપારી/વ્યાવસાયિક બાંધકામ કરવામાં આવશે નહીં. આ જગ્યાનો ઉપયોગ સાર્વજનિક ઉપયોગ માટેના આંતરરાષ્ટ્રીય સ્તરના સેન્ટ્રલ પબ્લિક પાર્ક વિકસિત કરવા માટે કરવો એવા નિર્દેશ મહારાષ્ટ્ર સરકારના નગર વિકાસ વિભાગે 26 જૂન 2024ના આદેશ હેઠળ આપ્યો હતો.

મુંબઈની આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ થશે

મહાલક્ષ્મી રેસકોર્સના 120 એકર પ્લોટનું મહાનગરપાલિકા દ્વારા પુન: સંપાદન એ ઐતિહાસિક વહીવટી સિદ્ધિ છે. મુંબઈ કોસ્ટલ રોડ અને મહાલક્ષ્મી રેસ કોર્સની બાજુમાં લગભગ 300 એકરમાં ફેલાયેલા આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ ‘મુંબઈ સેન્ટ્રલ પબ્લિક પાર્ક’ના વિકાસ દ્વારા મુંબઈની આંતરરાષ્ટ્રીય ઓળખ વધારશે. મુંબઈનો હાલનો 3,917 એકરનો હરિયાળો વિસ્તાર વધીને 4,212 એકર થશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે લગભગ 300 એકરનો કુલ હરિયાળો વિસ્તાર મુંબઈના પર્યાવરણીય સંરક્ષણ અને જતનમાં મહત્ત્વનું યોગદાન આપશે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે સામાન્ય મુંબઈગરાઓ તેમજ પ્રવાસીઓને એવી સુવિધાઓનો લાભ મળશે જે અગાઉ સરળતાથી ઉપલબ્ધ ન હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો