આમચી મુંબઈ

બસમાં મહિલાનો વિનયભંગ કરવા બદલ યુવકની ધરપકડ

મુંબઈ: બસમાં પ્રવાસ દરમિયાન મહિલાનો વિનયભંગ કરવા બદલ વરલી પોલીસે 31 વર્ષના યુવક ઇરફાન હુસેન શેખની ધરપકડ કરી હતી. બાંદ્રા પૂર્વમાં રહેતો ઇરફાન શેખ વરલી વિસ્તારમાં શિપિંગ કંપનીમાં કરતો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
ફરિયાદી મહિલા 10 એપ્રિલે સવારે બસમાં પ્રભાદેવીથી કુરણે ચોક આવી રહી હતી ત્યારે બસમાં તેની આગળ ઊભેલા આરોપીએ તેનો વિનયભંગ કર્યો હતો. આ ઘટના બાદ 16 એપ્રિલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો: દાદર સ્ટેશન પર મહિલાનો વિનયભંગ: પ્રવાસીઓએ દારૂડિયાને મેથીપાક ચખાડ્યો

દરમિયાન મહિલા જે બસમાં પ્રવાસ કરી રહી હતી તે બસમાંના તથા પ્રભાદેવીથી કુરણે ચોક વચ્ચેના સીસીટીવી કેમેરાના ફૂટેજ પોલીસે તપાસ્યા હતા, જેમાં આરોપી વરલીમાં બસમાંથી ઊતરતો નજરે પડ્યો હતો. આરોપી વરલીમાં શિપિંગ કંપનીમાં કામ કરતો હોવાની માહિતી મળ્યા બાદ તેની શોધ ચલાવાઇ હતી અને આખરે તેને તાબામાં લેવાયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button