આમચી મુંબઈ

મુંબઈમાં બુલેટ ટ્રેનના કાર્યએ ‘ગતિ’ પકડીઃ ટનલ નિર્માણની લેટેસ્ટ અપડેટ જાણો

મુંબઈઃ નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન (એનએચએસઆરએલ)ના અધિકારીઓના જણાવ્યા અનુસાર બુલેટ ટ્રેન રૂટ પર મહત્વની એવી આ ટનલ બનાવવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. કુલ લંબાઈમાંથી, ૧૬ કિમી ટનલ બોરિંગ મશીનો (ટીબીએમ)નો ઉપયોગ કરીને ખોદકામ કરવામાં આવી રહી છે, જ્યારે બાકીના પાંચ કિમી ન્યૂ ઑસ્ટ્રિયન ટનલિંગ (એનએટીએમ) પદ્ધતિનો ઉપયોગ કરે છે.

મુખ્ય પ્રગતિમાં બીકેસી ખાતે સ્થિત શાફ્ટ-૧ અને વિક્રોલીમાં શાફ્ટ-૨ બંનેમાં ૧૦૦% સેકન્ટ પાઈલિંગની પૂર્ણતાનો સમાવેશ થાય છે, જેમાં શાફ્ટ-૧ ૩૬ મીટરની ઊંડાઈ સુધી પહોંચે છે અને શાફ્ટ-૨ ની ઊંડાઈ ૫૬ મીટર છે, જેમાં આશરે ૯૨ ટકા ખોદકામ પૂર્ણ છે. વધુમાં, ઘણસોલી નજીક સાવલી ખાતે શાફ્ટ-૩ માટે ખોદકામ પૂર્ણ થયું છે, જે વર્ષના અંત સુધીમાં પ્રથમ ટીબીએમ ઉતારવા માટેનો તબક્કો સુનિશ્ચિત કરશે.

“શિલફાટા પોર્ટલ પર, બાંધકામના કામે પણ નોંધપાત્ર પ્રગતિ કરી છે, જેમાં ૨૦૦ મીટરનું ખોદકામ પૂર્ણ થયું છે. આ વિસ્તાર ટનલના એનએટીએમ છેડાને ચિહ્નિત કરે છે. ૩૯૪ મીટરની વધારાની ડ્રાઇવન ઇન્ટરમીડિયેટ ટનલ (એડીઆઈટી), માત્ર છ મહિનામાં પૂર્ણ થઈ છે, બે વધારાના એનએટીએમને કારણે ખોદકામનું કાર્ય વધુ સક્ષમ બન્યું છે, અને ૭૦૦ મીટરથી વધુ ટનલિંગમાં તેમનું યોગદાન છે,” એક અધિકારીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો : બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે મહત્ત્વના સમાચારઃ પ્રદૂષણ ઘટાડવા માટે આ પગલું ભરાયું

એડીઆઈટીમાં ૧૧ મીટર બાય ૬.૪ મીટરના આંતરિક પરિમાણો છે અને તે બાંધકામ અને ઓપરેશનલ બંને તબક્કા દરમિયાન મુખ્ય ટનલ સુધી સીધા વાહનોની પહોંચી શકશે. તે કટોકટી વખતે સ્થળાંતર માટે પણ ઉપયોગમાં લઇ શકાય છે.
સુરક્ષા અને માળખાકીય અખંડિતતાને સુનિશ્ચિત કરવા માટે વિવિધ ભૂ-તકનીકી સાધનો, જેમાં ઇન્ક્લિનોમીટર, વાઇબ્રેશન મોનિટર અને ગ્રાઉન્ડ સેટલમેન્ટ માર્કર્સનો સમાવેશ થાય છે, બાંધકામ સાઇટ્સની આસપાસ સ્થાપિત કરવામાં આવ્યા છે. આ ટૂલ્સ ચાલુ ભૂગર્ભ કામો અને નજીકના માળખાને લગતા કોઈપણ સંભવિત જોખમોની દેખરેખ માટે મહત્વપૂર્ણ છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button