મુંબઈઃ ધ્વનિ પ્રદૂષણ રોકવા માટે મુંબઈ – અમદાવાદ બુલેટ ટ્રેનના રૂટ પર ધ્વનિ અવરોધક બેસાડવામાં આવ્યા છે. રૂટ પર 508 કિ.મી.ના અંતરમાંથી 87.5 કિ.મી.ના વિસ્તારમાં અત્યાર સુધીમાં 1 લાખ 75 હજાર ધ્વનિ અવરોધક બેસાડવામાં આવ્યા છે.
બુલેટ ટ્રેન ખાડી વિસ્તાર, પહાડી વિસ્તાર અને શહેરી વસાહતોમાંથી પસાર થશે. ખાસ કરીને શહેરી વિસ્તારમાંથી બુલેટ ટ્રેન પસાર થતી હોય ત્યારે પ્રચંડ ધ્વનિ પ્રદૂષણ થવાની શક્યતા છે. બુલેટ ટ્રેન અને પાટાના ઘર્ષણને કારણે થતા મોટા અવાજથી મનુષ્યના સ્વાસ્થ્યને અસર થવાની સંભાવના છે. બુલેટ ટ્રેન રૂટની બંને તરફ ધ્વનિ અવરોધક બેસાડવામાં આવશે.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ગુજરાતમાં સૌથી વધુ ઝડપે આગળ વધી રહ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 1 લાખ 75 હજાર ધ્વનિ અવરોધક બેસાડવામાં આવ્યા છે. વાયડક્ટની બંને બાજુ એક કિ.મી.ના અંતરે 2,000 ધ્વનિ અવરોધક બેસાડવામાં આવ્યા છે.
આ ધ્વનિ અવરોધક સુરત, આણંદ અને અમદાવાદની ફેક્ટરીઓમાં બનાવવામાં આવ્યા છે. રેલ્વે સ્તરથી ૨ મીટર ઊંચા અને ૧ મીટર પહોળા કોંક્રિટ પેનલ સ્વરૂપમાં છે. પ્રત્યેકનું વજન આશરે 830 – 840 કિલો છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડએ કહ્યું છે કે નોઇઝ બ્લોકર્સ ધ્વનિ પ્રદૂષણને ઘટાડવામાં મદદ કરશે.
ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો…
ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ... નામ જાણશો તો...