આમચી મુંબઈ

Mumbai Policeને ફરી મળ્યો ધમકીભર્યો મેસેજ, શહેરમાં 6 જગ્યાએ ‘Bomb’, ગમે ત્યારે ફૂટી શકે છે

મુંબઈઃ દેશની આર્થિક રાજધાની મુંબઈને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. મુંબઈ ટ્રાફિક પોલીસ કંટ્રોલ રૂમને આ ધમકી મળી છે. આ ધમકી કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા મુંબઈ ટ્રાફિક પોલીસ કંટ્રોલ રૂમને ધમકી ભર્યો મેસેજ મળ્યો હતો જેમાં જણાવ્યું હતું કે મુંબઈ શહેરમાં છ સ્થળોએ બોમ્બ મૂકવામાં આવ્યા છે. જો કે 26/11ના હુમલા બાદ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ શહેરની સુરક્ષાને લઈને અત્યંત સતર્ક રહેવા લાગી છે. તેમ છતાં બોમ્બ વિશેની આ માહિતી તાત્કાલિક મુંબઈ પોલીસને આપવામાં આવી હતી. માહિતી મળ્યા બાદ મુંબઈ પોલીસે તરત જ મેસેજ મોકલનાર વ્યક્તિ વિશે તપાસ હાથ ધરી હતી.

જો કે આવું કંઈ પહેલીવાર નથી થયું કે મુંબઈને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ફોન કે મેસેજ આવ્યો હોય. અગાઉ પણ આ રીતે મુંબઈ પોલીસ અને કંટ્રોલ રૂમને ધમકીઓ મળી ચુકી છે.

આજે સવારે મુંબઈ ટ્રાફિક પોલીસના કંટ્રોલ રૂમમાં એક મેસેજ આવે છે. જેમાં લખવામાં આવ્યું હતું કે મુંબઈમાં 6 જગ્યાએ બોમ્બ મૂકવામાં આવ્યા છે અને એ કોઈપણ સમયે ફૂટી શકે છે. આ મેસેજ બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી અને સંવેદનશીલ સ્થળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તેમજ મેસેજ મોકલનાર વ્યક્તિને પણ શોધી રહી છે.

નોંધનીય છે કે અગાઉ 31 ડિસેમ્બર 2023ના રોજ પોલીસને આવો જ ધમકીભર્યો ફોન આવ્યો હતો. ફોન કરનારે પોલીસને ફોન કરીને કહ્યું હતું કે નવા વર્ષે આખા શહેરમાં ધડાકાઓ સાંભળવા મળશે. આ કોલ બાદ પણ પોલીસ એલર્ટ થઈ ગઈ હતી અને તમામ પોલીસ સ્ટેશન અને ક્રાઈમ યુનિટને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા. જો કે તપાસ દરમિયાન પોલીસને ખબર પડી હતી કે આ નકલી કોલ હતો. આ જ રીતે વર્ષ 2022માં મુંબઈ પોલીસને મુકેશ અંબાણીના ઘરને ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ઉપરાંત એક વ્યક્તિએ મુંબઈ પોલીસને તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર ધમકી આપી હતી કે તે મુંબઈમાં બ્લાસ્ટ કરવા જઈ રહ્યો છે. જો કે આ તમામ ધમકીઓ નકલી સાબિત થઈ છે પરંતુ 26/11ના હુમલા બાદ પોલીસ હંમેશા સતર્ક રહે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા