Mumbai BMW Hit and run case: CCTV ફૂટેજ સામે આવ્યા, અત્યાર સુધીમાં 2 લોકોની ધરપકડ
મુંબઈ: મહારાષ્ટ્રમાં વધુ એક હાઈ પ્રોફાઈલ હીટ એન્ડ રન કેસ (Mumbai BMW Hit and run case) બન્યો છે, મુંબઈના વરલીમાં થયેલી હિટ એન્ડ રનની ઘટના ચર્ચાના કેન્દ્રમાં છે. આ દુર્ઘટના પહેલાના સીસીટીવી ફૂટેજ (CCTV Footage) સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ સીસીટીવી ફૂટેજમાં મિહિર શાહ (Mihir Shah) તેના ચાર મિત્રો સાથે મર્સિડીઝ કારમાં બેસતો જોવા મળે છે. મળતી માહિતી મુજબ મિહિરે પાછળથી આ કાર બદલી હતી અને BMW કારમાં બેઠો હતો, ત્યાર બાદ તેણે અકસ્માત સર્જ્યો હતો, જેમાં એક મહિલાનું મોત નીપજ્યું.
મુંબઈના વરલી વિસ્તારમાં રવિવારે વહેલી સવારે બજારમાંથી માછલી ખરીદવા જઈ રહેલા એક દંપતીને પુરપાટ વેગે જતી BMW કારે ટક્કર મારી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે જે કારથી અકસ્માત થયો તેમાં શિવસેનાના નેતાનો પુત્ર બેઠો હતો. આ ઘટનામાં મહિલાનું મોત થયું હતું જ્યારે તેના પતિની હાલત નાજુક છે. ટક્કર બાદ બંને કારના બોનેટ પર પડ્યા હતા, ત્યારબાદ પતિએ બોનેટ પરથી નીચે ઉતાર્યો. પરંતુ મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી. આ પછી જ્યારે તેને હોસ્પિટલ લઈ જવામાં આવી તો ડોક્ટરોએ મહિલાને મૃત જાહેર કરી હતી .
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે અકસ્માત થયો ત્યારે કાર શિવસેના (એકનાથ શિંદે)ના નેતા રાજેશ શાહનો 24 વર્ષીય પુત્ર મિહિર શાહ ચલાવી રહ્યો હતો. પોલીસે હાલમાં રાજેશ શાહને કસ્ટડીમાં લીધો છે અને તેનો પુત્ર મિહિર ઘટના સ્થળેથી ફરાર છે.
Also Read –