સાત શૌચાલયના સંચાલન અને જાળવણી માટે પાલિકા નીમશે કૉન્ટ્રેક્ટર
Top Newsઆમચી મુંબઈ

સાત શૌચાલયના સંચાલન અને જાળવણી માટે પાલિકા નીમશે કૉન્ટ્રેક્ટર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મુંબઈમાં સાત સ્થળોએ મહત્ત્વાકાંક્ષી શૌચાલયના બાંધકામ પર સ્ટે ઓર્ડર હોવા છતાં મુંબઈ મહાનગરપાલિકાએ મંગળવારે આગામી ૧૦ વર્ષ માટે આ શૌચાલયના સંચાલન અને જાળવણી માટે કૉન્ટ્રેક્ટરની નિમણૂક કરવા માટે ટેન્ડર આમંત્રિત કર્યા હતા.

આ શૌચાલય લાયન ગેટની સામે, હાઈ કોર્ટની સામે, કે. બી. પાટીલ રોડ પર, વિધાનભવન, વાલકેશ્ર્વરમાં બાણગંગા, માહિમ રેતી બંદર, ફેશન સ્ટ્રીટની સામે અને ખાઉગલી સહિતનાં મુખ્ય સ્થળોએ હશે.સ્વચ્છ ભારત મિશનલ ૨.૦ હેઠળ ૧૪ સ્થળોએ કે જયાં વધુ લોકો આવતા હોય તેવા વિસ્તારોમાં આધુનિક સાર્વજનિક શૌચાલય બાંધવાનું પ્રસ્તાવિત કરવામાં આવ્યું હતું.

જોકે તેમાંથી સાત શૌચાલયની યોજના પડતી મૂકવામાં આવી હતી. ત્રણ ખુલ્લી જગ્યાઓ પર હોવાને કારણે એક ધારાવીમાં પુન:વિકાસના પ્રોજેક્ટમાં સમાવેશ થવાને કારણે, એક સાયન કિલ્લા પાસે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણની પરવાનગીના અભાવે અને વરલીમાં વીબી વર્લીકર માર્ગમાં પાલિકાના અધિકારી દ્વારા શૌચાલય બાંધવાનું રદ કરવામાં આવ્યુંં છે.

તેથી ૧૨ કરોડ રૂપિયાના ખર્ચે ફક્ત સાત શૌચાલય બનાવવામાં આવવાના હતા. વિધાનસભા સત્ર દરમ્યાન રાજ્ય સરકારે દક્ષિણ મુંબઈમાં શૌચાલયોના બાંધકામમાં કથિત નિયમના ઉલ્લંઘનની તપાસનો આદેશ આપ્યો હતો.પાલિકાએ જોકે જાહેર શૌચાલયનોની અઠવાડિયાના સાતેય દિવસ ૨૪ કલાક માટે એજન્સીની નિમણૂક કરવા માટે ટેન્ડર બહાર પાડ્યું છે.

જેમાં સફાઈ, કચરાનું મેનેજમેન્ટ, યુટિલીટીઝ અને સેનિટરી નેપકિન ડિસ્પેન્સર અને બેબી કેર રૂમ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ આ મહત્ત્વાકાંક્ષી શૌચાલયોનો કૉન્ટ્રેક્ટ ૨૦૨૩માં આપવામાં આવ્યો હતો. જેનું ભંડોળ મુંબઈ જિલ્લા આયોજન અને વિકાસ પરિષદ ભંડોળ દ્વારા આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો…ભાજપનું લક્ષ્ય હવે મુંબઈ મહાનગરપાલિકા ગારગાઈ પ્રોજેક્ટ માટે બે મહિનાની અંદર ટેન્ડર બહાર પાડવાનો રાજ્ય સરકારનો નિર્દેશ…

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button