આમચી મુંબઈ

મેયર, ડેપ્યુટી મેયર સહિત સમિતિના અધ્યક્ષ માટે નવાં વાહનોની ખરીદી:

પાલિકાની તિજોરીને અઢી કરોડનો ફટકો પડશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના મેયર અને ડેપ્યુટી મેયર માટે આગામી અઠવાડિયા ચૂંટણી થવાની છે અને ત્યારબાદ વૈધાનિક સમિતિ અને વિશેષ સમિતિના અધ્યક્ષપદની ચૂંટણી પાર પડવાની છે. તેથી મેયર સહિત નવા ચૂંટાઈ આવનારા સમિતિના અધ્યક્ષો માટે લગભગ અઢી કરોડ રૂપિયાના ખર્ચે નવા વાહનો ખરીદવામાં આવવાના છે. તેમાં મેયર માટે નવી ઈનોવા ખરીદી કરવામાં આવી છે. તો ડેપ્યુટી મેયર સહિત સમિતિના અધ્યક્ષો માટે સ્કૉર્પિયો ગાડી રહેશે અને તેના પર ખાસ ભગવા કલરની પટ્ટીઓની ડિઝાઈન કરવામાં આવી છે.

મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પાર પડયા બાદ હવે મેયર અને ડેપ્યુટી મેયર પદ માટેની ચૂંટણી ૧૧ ફેબ્રુઆરીના થવાની છે. ત્યારબાદ સ્થાયી સમિતિ, શિક્ષણ, સુધાર તેમ જ બેસ્ટ સમિતિના અધ્યક્ષની ચૂંટણી થવાની છે. ત્યારબાદ વિશેષ સમિતિ અને ૧૮ પ્રભાગની ચૂંટણી થશે. તેથી છેલ્લાં ચાર વર્ષમાં નગરસેવક અને મેયર ન હોવાથી અગાઉનાં વાહનોનો ઉપયોગ પાલિકાના અધિકારીઓ જ કરી રહ્યા હતા. તેથી હવે નવા ચૂંટાઈ આવનારા મેયર તેમ જ ડેપ્યુટી મેયર સહિતના લોકો માટે નવાં વાહનોની ખરીદીની પ્રક્રિયા પાલિકાના ઘનકચરા વ્યવસ્થાપન વિભાગ દ્વારા પાર પાડવામાં આવી હતી.

મેયર માટે નવી ઈનોવા -એન ગાડીની ખરીદી કરવામાં આવી રહી છે, જેની કિંમત લગભગ ૩૦ લાખ રૂપિયાની આસપાસ છે. આ ગાડી ઈવી તેમ જ પેટ્રોલ પર આધારિત છે. આ પ્રકારની ઈનોવા ગાડી હાલ એડિશનલ કમિશનર કરી રહ્યા છે. તો વૈધાનિક અને વિશેષ સમિતિના અધ્યક્ષ માટે સ્કૉર્પિયો ગાડીનો ઉપયોગ થવાનો છે.

એક ગાડીની કિંમત લગભગ ૧૮ લાખ રૂપિયા છે. તેના પર ખાસ ભગવા કલરની પટ્ટીઓની ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. તમામ ગાડીઓ માટે બે કરોડ ૧૬ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવવાનો છે.

પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ નવાં વાહનોની ખરીદીની પ્રક્રિયા ચાલી રહી છે. આ વાહનોના આરટીઓની રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂરી થયા બાદ બે-ત્રણ દિવસમાં પાલિકાના કાફલામાં તેનો સમાવેશ કરવામાં આવશે.

આ પણ વાંચો…મુંબઈને ૧૧ ફેબ્રુઆરીના મળશે મેયરસાત ફેબ્રુઆરીના ઉમેદવારી પત્રક દાખલ કરવામાં આવશે

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button