પાલિકા ચૂંટણી: મુંબઈમાં શિવસેના (UBT) અને MNSનું ગઠબંધન, 50-50 બેઠકોની ફોર્મ્યુલા?
ઠાકરે પરિવારના બંને પક્ષ વચ્ચે 20 વર્ષ બાદ જોડાણની શક્યતા, રાજકારણમાં ગરમાવો

મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચની વિનંતી પર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હવે 2026ની શરૂઆતમાં યોજવાની શક્યતા છે. પણ રાજકીય પક્ષો પોતાની કિલ્લેબંધી કરવા અત્યારથી કમર કસી રહ્યા છે. સ્થાનિક રાજકારણમાં અત્યારે સૌથી વધુ ચર્ચિત મુદ્દો પિતરાઈ ભાઈઓ ઉદ્ધવ અને રાજ ઠાકરેના ગઠબંધનનો છે, જેને લઈ મહાવિકાસ આઘાડી (એમવીએ) અને વિરોધી પક્ષમાં અનેક પ્રકારની અટકળો વ્યક્ત કરવામાં આવી રહી છે.
સૂત્રો પાસેથી મળી રહેલી માહિતી મુજબ શિવસેના (યુબીટી) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) મુંબઈમાં નાગરિક ચૂંટણી માટે તેમના ગઢમાં બેઠકો સમાન રીતે વહેંચે અને બાકીના મહાનગર માટે 60:40 ફોર્મ્યુલા અપનાવે તેવી શક્યતા છે. રાજ્યના બાકીના ભાગમાં બંને પક્ષો એકબીજાની તાકાતના આધારે નિર્ણય લેશે, એમ તેમણે ઉમેર્યું હતું. થાણે, નાશિક અને કલ્યાણ-ડોમ્બિવલી ક્ષેત્રમાં સેના (યુબીટી) અને મનસેનો પ્રભાવ છે.
આ પણ વાંચો : ઉદ્ધવ ઠાકરે સાથે ગઠબંધનની ચાલમાં રાજ ઠાકરેનો હાથ ઉપર, જાણો કઈ રીતે?
ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની સેના (યુબીટી) અને તેમના પિતરાઈ ભાઈ રાજ ઠાકરેના નેતૃત્વ હેઠળની મનસે વચ્ચેનું જોડાણ હવે માત્ર ઔપચારિકતા બની ગયું હોવાથી બંને પક્ષોના નેતાઓને આવી બેઠકોની યાદી તૈયાર કરવાનું કહેવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શિવસેના (યુબીટી) અને મનસે વચ્ચેનું ઔપચારિક જોડાણ દિવાળીની આસપાસ જાહેર થઈ શકે છે. જોકે, શિવસેનાની પરંપરાગત દશેરા રેલી દરમિયાન પણ જાહેરાત થાય, અથવા એક મંચ પર સાથે આવવાની શક્યતાઓ ચર્ચાઈ રહી છે.
વિવાદનું મૂળ એવા વિસ્તારોમાં હોવાની શક્યતા છે જ્યાં શિવસેના (UBT) અને MNS બંનેનું વર્ચસ્વ છે. તેથી દાદર-માહિમ, લાલબાગ-પરેલ-શિવરી, વિક્રોલી, દિંડોશી, ઘાટકોપર પશ્ચિમ, દહિસર અને ભાંડુપ જેવા ગઢ વિસ્તારોની બેઠકો સમાન રીતે વહેંચાય તેવી શક્યતા છે, એમ એક MNS નેતાએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : રાજ ઠાકરે માતોશ્રીમાં પગ મૂકતા જ બધામાં આનંદની લાગણી
શહેરના બાકીના ભાગમાં ગુણોત્તર 60:40 રહેવાની શક્યતા છે, જેમાં 60 ટકા બેઠકો શિવસેના (UBT)ને જશે અને બાકીની અમારી પાસે આવશે, એમ એમએનએસ નેતાએ જણાવ્યું. આ વ્યવસ્થા હેઠળ પણ મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં સેના (UBT) દ્વારા ચૂંટણી લડવાની શક્યતા છે, એમ નેતાએ જણાવ્યું.
દાખલા તરીકે માહિમ વિધાનસભા ક્ષેત્રમાં બે મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા વોર્ડ છે, અને તે ઉદ્ધવની પાર્ટીને જશે તેવી શક્યતા છે. આવી જ વ્યવસ્થા ભાયખલા અને જોગેશ્વરીના કેટલાક ભાગો સહિત અન્ય મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં લાગુ પડી શકે છે. BMCના 227 વોર્ડમાંથી, શિવસેના (UBT) 147 અને મનસે 80 પર ચૂંટણી લડી શકે છે, એમ તેમણે જણાવ્યું હતું.
મનસે નેતાએ કહ્યું કે રાજે સ્પષ્ટ કરી દીધું છે કે તેમનો પક્ષ કોંગ્રેસ સાથે કોઈ જોડાણ રાખવાના પક્ષમાં નથી. કોંગ્રેસના એક નેતાએ કહ્યું કે મહા વિકાસ આઘાડીમાં મનસેને રાખવા સામે પણ તેમનો વિરોધ છે. MVAમાં કોંગ્રેસ, સેના (UBT) અને શરદ પવારની આગેવાની હેઠળની NCP (SP) શામેલ છે. ગયા વર્ષની વિધાનસભા ચૂંટણીમાં શિવસેના (UBT)એ 95 બેઠક પર ચૂંટણી લડી હતી અને ફક્ત 20 બેઠક જીતી હતી, જે છેલ્લા 30 વર્ષમાં તેનું સૌથી ખરાબ પ્રદર્શન હતું, જ્યારે MNS ને એકપણ બેઠક મળી નહોતી.
20 વર્ષમાં પહેલી વાર પિતરાઈ ભાઈઓએ ગઠબંધન બનાવવાનું નક્કી કર્યું હોવાથી આગામી નાગરિક સંસ્થાની ચૂંટણીમાં તેની પહેલી મોટી કસોટીથશે. બંને છેલ્લા કેટલાક મહિનામાં ઘણી વખત