આમચી મુંબઈ

ચૂંટણી પ્રક્રિયામાં રહેલા વાહનો પર નજર રાખવા જિઓ ફેન્સિંગ સિસ્ટમ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા ૨૦૨૫-૨૬ની આજે યોજાઈ રહેલી ચૂંટણી દરમ્યાન ચૂંટણી પ્રક્રિયામાં શામેલ રહેલા તમામ વાહનો પર કડક નજર રાખવા માટે પહેલી વખત જિઓ ફેન્સિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવવાનો છે. આ સિસ્ટમની મદદથી ચૂંટણી પ્રક્રિયામાં શામેલ કુલ ૨,૮૬૫ વાહનોની અવરજવર પર સૂક્ષ્મ પદ્ધતિએ નજર રાખી શકાશે.

મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન કેન્દ્ર પર મતદાન માટે વિવિધ સુવિધા ઉપલબ્ધ કરવાથી લઈને મનુષ્યબળનું આયોજન, સુરક્ષા, મતગણતરી દરમ્યાનની વ્યવસ્થા મા કરવામાં આવી છે. આ પાર્શ્ર્વભૂમિ પર ચૂંટણી પ્રક્રિયામાં શામેલ રહેલા દરેક વાહનો પર બારીકાઈથી નજર રાખવા ખાસ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું એડિશનલ કમિશનર અશ્ર્વિની જોશીએ જણાવ્યું હતું.

વધુમાં માહિતી આપતા અશ્ર્વિની જોશીએ જણાવ્યું હતું કે ચૂંટણી માટે ઈવીએમ મશીન, મતદાન પ્રક્રિયામાં શામેલ અધિકારી-કર્મચારીની અવરજવર માટે કુલ ૨,૮૬૫ વાહનોની વ્યવસ્થા કરવામાં આવી છેે, જેમાં બેસ્ટની ૧,૦૨૩ બસ, મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશનની ૧૦૧ બસ, ખાનગી ૧,૧૬૦ બસ અને ૫૮૧ ટેક્સીનો સમાવેશ થાય છે. આ તમામ વાહનોનો પર નજર રાખવા પાલિકાના સ્યુએજ વેસ્ટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના ટ્રાફિક ડિપાર્ટમેન્ટ દ્વારા કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે.

અહીંથી વાહનોનું લાઈવે ટ્રેકિંગ, પાસ્ટ હિસ્ટરી અને જિઓ ફેન્સિંગ અલર્ટ જેવી બાબતોની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ વાહનો પર ટ્રૅર્કિંગ સિસ્ટમ બેસાડવામાં આવી હોઈ તે કંટ્રોલ રૂમ સાથે જોડાયેલા છે. તેથી કયા વાહનો કયા માર્ગે પ્રવાસ કરે છે અથવા કોણ કયા સ્થળે વગેરેની તમામ માહિતી ઉપલબ્ધ થશે.

વાહનોનું લાઈવે ટ્રેકિંગ જાણવા માટે દરેક ચૂંટણી અધિકારીની ઓફિસમાં ઓનલાઈન મૅપ પર જિઓ ફેન્સિંગ સિસ્ટમ પૂરી પાડવામાં આવી છે. નીમવામાં આવેલા વાહનો સંબંધિત ચૂટંણી અધિકારીના કાર્યક્ષેત્રની બહાર ગયા તો તાત્ક્ાલિક કંટ્રોલ રૂમને અલર્ટ મળશે. તેના પરથી સંબંધિત વાહનોની સ્થિતી જાણી શકાશે.

આ પણ વાંચો…મુંબઈમાં મતદાન માટે ટ્રાફિકમાં મોટા ફેરફારો, આ રસ્તાઓ બંધ રહેશે

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button