‘બેસ્ટ’ની ૧૫૭ ઈકોફ્રેન્ડલી બસનું મુખ્ય પ્રધાનને હસ્તે લોકાર્પણ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બૃહનમુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ)ના કાફલામાં મંગળવારે વધુ નવી ૧૫૭ ઈકોફ્રેન્ડલી એરકંડશિન બસનો ઉમેરો થયો હતો. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના હસ્તે મંગળવારે સાંજે કોલાબા ડેપોમાં લીઝ પર લેવામાં આવેલી આ બસનું લોકોર્પણ થયું હતું.
કોલાબા ડેપોમાં મુખ્ય પ્રધાનના હસ્તે ઈકોફ્રેન્ડલી એરકંડિશન બસ ૧૫૭ નવી ૧૨ મીટર લંબાઈની બસનું લોકાર્પણ થયું હતું. આ બસમાં પ્રવેશ કરવા માટે સિનિયિર સિટિઝન અને દિવ્યાંગ પ્રવાસીઓ માટે રૅમ્પની સુવિધા છે. જેથી દિવ્યાંગો વ્હીલચેર સહિત બસમાં પ્રવેશ કરી શકશે. મોટાભાગની બસ ઓશિવર, કુર્લા, આણિક અને ગોરાઈ આ ચાર ડેમાંથી જુદા જુદા ૨૧ રૂટ પર દોડાવવામાં આવશે.

બસ સેવા અંધેરી પશ્ર્ચિમ, જોગેશ્ર્વરી પશ્ર્ચિમ, કુર્લા પૂર્વ અને પશ્ર્ચિમ, બાન્દ્રા પશ્ર્ચિમ, કાંદિવલી પશ્ર્ચિમ અને બોરીવલી પશ્ર્ચિમ આ ઉપનગરીય રેલવે સ્ટેશન સાથે જોડાયેલી છે. એ સિવાય આ બસ રૂટ મેટ્રો-ટુએ, મેટ્રો-૭, એક્વા લાઈન-૩ અને મેટ્રો-ચાર સાથે પણ જોડાયેલી છે.
બેસ્ટ ઉપક્રમના જણાવ્યા મુજબ પીએમઆઈ ઈલેક્ટ્રો મોબિલિટી પ્રાઈવેટ લિમિટેડ અને ઓલેક્ટ્રા ગ્રીનટેક લિમિટેડ પાસેથી આ બસ લીઝ પર લેવામાં આવી છે. હાલ બેસ્ટ ઉપક્રમના કાફલામાં બસની સંખ્યા ઓછી થઈ ગઈ છે. બસની સંખ્યા ઓછી હોવાથી અનેક જગ્યાએ નાગરિકોને બસની રાહ જોવામાં હાલકી ભોગવી પડી રહી છે. વધારાની બસનો ઉમેરો થવાથી પ્રવાસીઓને થોડી રાહત થવાની શક્યતા છે.

બેસ્ટ ઉપક્રમ લાંબા સમયથી તેના કાફલામાં ઘટી રહી બસની સંખ્યાથી ચિતિંત છે. ૨૫ ઑક્ટોબર, ૨૦૨૫ સુધીમાં તેના કાફલામાં કુલ બસની સંખ્યા ઘટીને ૨,૬૪૮ થઈ ગઈ હતી, જે છેલ્લા અનેક વર્ષોમાંથી સૌથી ઓછી છે. જોકે આ બસમાં માત્ર ૩૦૮ બસ જ બેસ્ટની માલિકીની છે. બાકીની તમામ બસ લીઝ પર લીધેલી છે.



