આમચી મુંબઈ

મુંબઈમાં બેસ્ટની બસના અકસ્માતમાં ડિલિવરી બોયનું મૃત્યુ

મુંબઈ: મુંબઈમાં બેસ્ટની બસની અડફેટમાં 21 વર્ષના યુવકનું કરુણ મોત થયું હતું. ડિલિવરી બોયને બેસ્ટની બસે ટક્કર મારતાં તેને ગંભીર ઈજા થઈ હતી અને તેનું મોત નીપજ્યું હતું.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ ભયાનક ઘટના શનિવારે (26 એપ્રિલ) રાત્રે 9 વાગ્યાની આસપાસ બની હતી. પોલીસે ગુનો નોંધી બેસ્ટ બસ ચાલક સામે ગુનો નોંધ્યો છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.

આપણ વાંચો: વેફરનું પેકેટ લેવા જતા ચાર વર્ષના બાળકનું કરુણ મોત

અકસ્માત પછી આરોપી બેસ્ટ બસ ચાલક ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. હાલ તેની શોધખોળ ચાલી રહી છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા ડિલિવરી બોયની ઓળખ વર્લીના કોલીવાડાના રહેવાસી સાર્થક જંગમ (21) તરીકે થઈ છે. બેસ્ટના રૂટ નંબર ૧૭૧ પર દોડતી બસે ડિલિવરી બોયને કચડી નાખ્યો હતો.

આરોપી બસ ડ્રાઈવર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. સઘન તપાસ બાદ આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસે જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button