મુંબઈના બાંદ્રામાં ચાલીમાં ત્રણ માળની બિલ્ડીંગ ધરાશાયી, 10 લોકો દટાયા હોવાની આશંકા

મુંબઈ : મુંબઈના બાંદ્રામાં આજે વહેલી સવારે દુર્ઘટના સર્જાઈ છે. જેમાં ચાલીમાં ત્રણ માળની બિલ્ડીંગ ધરાશાયી થઈ છે. જેના કાટમાળમાં 10 થી વધુ લોકો દબાયા હોવાની આશંકા છે. આ અંગે મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું છે ઘટનાની જાણ થતા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યાર સુધીમાં સાત લોકોને કાટમાળમાંથી બચાવીને ભાભા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
આ દુર્ઘટના અંગે મળેલી પ્રાથમિક માહિતી મુજબ આજે વહેલી સવારે બાંદ્રા પૂર્વના ભારત નગર વિસ્તારમાં આવેલી ચાલ નંબર 37માં આવેલા ત્રણ માળની બિલ્ડીંગ ધરાશાયી હતી. આ દુર્ઘટના સવારે 6 વાગ્યેની આસપાસ બની હોવાથી બિલ્ડીંગમાં લોકો હાજર હતા. આ ઘટનાની જાણ થતા જ મુંબઈ પોલીસ અને બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ અન ફાયર બ્રિગેડે ઘટના સ્થળે કામગીરી કરી રહ્યા છે.
પ્રારંભિક તપાસમાં બિલ્ડીંગમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો
આ દુર્ઘટના અંગે મુંબઈ પોલીસે જણાવ્યું છે કે કાટમાળમાંથી અત્યાર સુધી 12 લોકોને બહાર નીકાળવામાં આવ્યા છે. તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે પ્રારંભિક તપાસમાં બિલ્ડીંગમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. જયારે ફાયર બ્રિગેડ અને કોર્પોરશનના કર્મચારીઓ દ્વારા રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.