OMG: વડાપાઉં લવર્સ માટે આવ્યા Bad News, હવેથી…

મુંબઈઃ આગામી દિવસોમાં શહેરમાંથી ગરીબોને પરવડી શકે એવા નાસ્તા પાંઉની અછત સર્જાઈ શકે છે. પાલિકા દ્વારા મુંબઈની બેકરીઓને આઠમી જુલાઈ સુધીમાં સ્વચ્છ ઈંધણ પર વળવાનો આદેશ આપ્યાના એક દિવસ બાદ બેકરીમાલિકો અને એસોસિયેશનના સભ્યોએ ચિંતા વ્યક્ત કરી હતી કે અન્ય સ્વચ્છ ઈંધણ વળવા માટે આપવામાં આવેલો પાંચ મહિનાનો સમયગાળો ખૂબ જ ઓછો છે.
આ પગલાથી ખર્ચમાં તો વધારો થશે જ સાથે સાથે ઉદ્યોગ પર પણ પ્રતિકૂળ અસર થવાની શક્યતા છે. બીજી બાજુ જો ઈલેક્ટ્રિક પર ચલાવવામાં આવે તો તેને ખર્ચ પાંચ ગણો વધીને લાદીના ૬૦ રૂપિયા થઇ જશે, એવું એસોસિયેશને જણાવ્યું હતું.
દરમિયાન બેકરીમાલિકોએ સરકારને સહાય કરવાની અને વૈકલ્પિક ઈંધણ કરવા માટે આર્થિક મદદ કરવા માટેની માગ કરી હતી. હાઈ કોર્ટે જુલાઈ, ૨૦૨૫નો સમય આપ્યો છે, પણ ત્યાં સુધી અમુક માલિકોને સમાધાન મળવું જોઇએ એવી માગ કરવામાં આવી છે. શહેરના બેકરીમાલિકો માટે આ એક મોટો પડકાર છે. સરકાર, પ્રશાસન અને કોર્ટ વચ્ચેના સમન્વયથી જ શહેરમાં પાંઉની અછતને સુચારુ રીતે પહોંચી શકાશે.
આ પણ વાંચો…અલગ અલગ બીમારીઓથી પીડિત છે ધનંજય મુંડે, પોસ્ટ કરી શેર કરી Bell’s palsy વિશે માહિતી…
આગામી અમુક મહિના દરમિયાન પ્રશાસન અને બેકરીમાલિકો વચ્ચે જો સમન્વય થશે અને સમસ્યા ઉકેલાઈ શકે છે. આધુનિક ટેકનિક, સરકારી મદદ અને વેપારીઓને તૈયારી એકત્ર થશે તો મુંબઈગરાને પાંઉની અછત નહીં સર્જાય. હવે આ સમસ્યાનો ઉકેલ નીકળે છે કે નહીં એ જોવાનું રહ્યું.
બુધવારે ઈન્ડિયન બેકર્સ એસોસિયેશન (આઈબીએ) અને બોમ્બે બેકર્સ એસોસિયેશન (બીબીએ)ના સભ્યો ધરાવતી સંયુક્ત સમિતિના એક પ્રતિનિધિમંડળે સુધરાઈ વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓને મળ્યા હતા અને કોઈ પણ પ્રકારની કડક કાર્યવાહી નહીં કરવાની વિનંતી કરી હતી.