મુંબઈમાં રિક્ષા-ટેક્સી ઈ-મીટર રિ-કેલિબ્રેશન: સમયમર્યાદા ચૂકનારાને દૈનિક દંડ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

મુંબઈમાં રિક્ષા-ટેક્સી ઈ-મીટર રિ-કેલિબ્રેશન: સમયમર્યાદા ચૂકનારાને દૈનિક દંડ

મુંબઈ: ભાડા વસૂલી માટે બેસાડવામાં આવેલા ઈ – મીટરમાં સુધારો નહીં કરનારા (રિ કેલિબ્રેશન નહીં કરનારા) તમામ ઓટો રિક્ષા અને ટેક્સી કે ચાલકો પાસેથી દૈનિક ધોરણે 50 રૂપિયાનો દંડ ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા વસૂલ કરવામાં આવશે.

રિક્ષાના રિ-કેલિબ્રેશન માટેની અંતિમ તારીખ 31 મે હતી અને સત્તાવાળાઓએ સોમવારે આરટીઓને મીટર કેલિબ્રેટ ના કરાવ્યા હોય એવા તમામ વાહનો શોધી કાઢવા જણાવ્યું હતું.

આપણ વાંચો: ૩૯૨.૨૨ કરોડનો પ્રોપટી ટૅક્સનો દંડ પણ વસૂલી માત્ર ૧૨ કરોડ રૂપિયાની જ

ઇલેક્ટ્રોનિક મીટરનું રિ-કેલિબ્રેશન કર્યા પછી રિક્ષા અને ટેક્સીના નવા ભાડાં અનુક્રમે રૂપિયા 26 અને રૂપિયા 31ના હિસાબે મીટરમાં જોવા મળે છે. પરિવહન વિભાગના અધિકારીએ જણાવ્યા અનુસાર ‘મીટર રિ કેલિબ્રેટ કરવાની છેલ્લી તારીખ 31 મે હતી.

હવે જો કોઈ કામસર કોઈ ઓટો રિક્ષા અથવા ટેક્સી આરટીઓમાં આવશે અને જો તેના ઇ-મીટરને ફરીથી કેલિબ્રેટ નહીં કરવામાં આવ્યું હોવાનું જાણવા મળશે તો એની પાસેથી રોજના ₹50ના હિસાબે દંડ વસૂલવામાં આવશે.’

Back to top button