ખુશખબરઃ અટલ સેતુ પરની મુસાફરી બનશે ફ્રી, પણ આ હશે શરત...
આમચી મુંબઈ

ખુશખબરઃ અટલ સેતુ પરની મુસાફરી બનશે ફ્રી, પણ આ હશે શરત…

મુંબઈ: ભારતના સૌથી લાંબા દરિયાઈ પુલ અટલ સેતુ (અગાઉ મુંબઇ ટ્રાન્સ હાર્બર લિંક અથવા એમટીએચએલ) પર ઇલેક્ટ્રિક વાહનોને ટોલ ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે.

રાજ્યના શહેરી વિકાસ વિભાગે ગુરુવારે એક જાહેરનામામાં જણાવ્યું હતું કે આ છૂટ ઇલેક્ટ્રિક ફોર-વ્હીલર્સ અને ઇલેક્ટ્રિક બસોને લાગુ પડશે, જેમાં રાજ્ય પરિવહન ઉપક્રમો અને પ્રાઈવેટ ઓપરેટરો દ્વારા સંચાલિત બસોનો પણ સમાવેશ થાય છે.

મહારાષ્ટ્ર મોટર વ્હીકલ ટેક્સ એક્ટ, 1958ની જોગવાઈઓ હેઠળ લેવાયેલો આ નિર્ણય આ વર્ષે 31 જાન્યુઆરીના અગાઉના નોટિફિકેશનમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં 21.8 કિ.મી.ની સી લિંક અને તેના એપ્રોચ રોડનો ઉપયોગ કરીને તમામ કેટેગરીના વાહનો પર ટોલ વસૂલવામાં આવ્યો હતો.

આ વર્ષે મે મહિનામાં રાજ્યના ગૃહ વિભાગે જાહેર હિતમાં અટલ સેતુ પર દોડતી ઇલેક્ટ્રિક કાર અને બસોને ટોલ મુક્તિ આપવાનો નિર્ણય કર્યો હતો. ગુરુવારના આદેશમાં શિવાજી નગર અને ગવણ ટોલ પ્લાઝા માટેના નિર્ણયને અમલમાં મૂકવામાં આવ્યો છે.

અહીં એ જણાવવાનું કે અટલ સેતુ પરથી રોજના 60,000 વાહન પસાર થાય છે, જેમાં 34,000-40,000 વ્હિકલ વિશેષ રીતે ઉપયોગ કરે છે. 22,000 સમૃદ્ધિ એક્સપ્રેસવે અને હજારો વાહનો મુંબઈ-પુણે એક્સપ્રેસવે પરથી પસાર થાય છે.

આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ તો મુંબઈ-પુણે એક્સપ્રેસવે અને સમૃદ્ધિ એક્સપ્રેસવે પર પણ ટોલની છૂટ વધારવાનો છે. ઈલેક્ટ્રિક વાહનો પર ટોલ મુક્તિ, કાર્બન ઉત્સર્જન ઘટાડવા સહિત પ્રદૂષણને ઘટાડવા તેમજ સ્વચ્છ પરિવહનને પ્રોત્સાહન આપવાનો છે. નવી પોલિસી અન્વયે ઈલેક્ટ્રિક મોબિલિટીના ફાયદાનો નિર્દેશ કર્યો છે, જેમાં મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટોલમુક્તિનો ઉદ્દેશ છે.

ટોલમુક્તિ પાત્ર વાહનમાં ખાસ કરીને ખાનગી ઈલેક્ટ્રિક કાર, પેસેન્જર ફોર વ્હિકલ બસનો પણ સમાવેશ થાય છે. મુંબઈમાં ઈલેક્ટ્રિક વાહનોની સંખ્યા વધી રહી છે, જેમાં 18,400 હળવા ફોર વ્હિકલ વાહન, 2,500 હળવા પેસેન્જર વ્હિકલ, 1,200 હેવી પેસેન્જર વ્હિલક અને 300 મિડિયમ પેસેન્જર વ્હિકલનો સમાવેશ થાય છે. કુલ મળીને 22,400 રજિસ્ટર્ડ ઈલેક્ટ્રિક ગાડી છે.

આ પણ વાંચો…‘અટલ સેતુ’ પર ટોલમાં ગડબડ: કરોડોના કૌભાંડની ભીતિ રિટર્ન પ્રવાસમાં વધુ વસૂલાયા

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button