આમચી મુંબઈ

આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર, કોન્સ્ટેબલની લાંચના કેસમાં ધરપકડ

મુંબઈ: વાહનચાલક વિરુદ્ધ નોંધાયેલા ગુનામાં તેની મદદ કરવા અને જપ્ત કરાયેલું વાહન છોડવા માટે 35 હજાર રૂપિયાની લાંચ માગવા પ્રકરણે એન્ટિ-કરપ્શન બ્યૂરો (એસીબી)એ બોરીવલીના એમએચબી પોલીસ સ્ટેશનમાં કાર્યરત આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર તેમ જ પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો: લાંચ કેસમાં સેશન્સ કોર્ટના જજને જામીન આપવાનો હાઇ કોર્ટનો ઇનકાર

ફરિયાદી વિરુદ્ધ એમએચબી પોલીસ સ્ટેશનમાં 16 માર્ચે અકસ્માતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આ ગુનામાં મદદ કરવા તથા જપ્ત કરાયેલું વાહન છોડવાના બદલામાં આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર સુનીલ દેસાઇએ 35 હજાર રૂપિયાની લાંચ માગી હતી. જોકે તડજોડને અંતે તેણે 20 હજાર રૂપિયા લેવાની તૈયારી દર્શાવી હતી.

આ પણ વાંચો: ACB Trap: અમદાવાદના ફાયર ઓફિસર રૂપિયા 65 હજાર લાંચ લેતા ઝડપાયા

દરમિયાન ફરિયાદીએ આ પ્રકરણે એસીબીનો સંપર્ક સાધ્યો હતો અને લેખિત ફરિયાદ કરી હતી. આ અંગે તપાસ કર્યા બાદ એસીબીના અધિકારીઓએ 18 માર્ચે છટકું ગોઠવ્યું હતું અને દેસાઇ વતી લાંચ લેવા આવેલા કોન્સ્ટેબલ વિક્રમ શેડગેને પકડી પાડ્યો હતો. બાદમાં દેસાઇની ધરપકડ કરવામાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. બંનેને કોર્ટમાં હાજર કરવામાં આવતાં તેમને પોલીસ કસ્ટડી ફટકારાઇ હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button