વિદેશથી 8.15 કરોડના ગાંજાની સ્મગલિંગ: એરપોર્ટ પરથી 2 પ્રવાસી પકડાયાં…
![Big ganja supplier arrested from Telangana](/wp-content/uploads/2023/12/Jignesh-J-Pathak-2023-12-16T195019.162.jpg)
મુંબઈ: મુંબઈ એરપોર્ટ પર ચાર પ્રવાસી પાસેથી 14 કરોડનું ડ્રગ્સ પકડાયાના બીજે દિવસે કસ્ટમ્સ વિભાગે વિદેશથી 8.15 કરોડ રૂપિયાનો ગાંજો બેગમાં છુપાવીને લાવનારા બે ગુજરાતી પ્રવાસીની કસ્ટમ્સ વિભાગે મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી. બંને પ્રવાસીએ અગાઉ પણ ગાંજાની સ્મગલિંગ કરી હોવાનું તપાસમાં જણાયું હતું.
Also read : ભક્તો ભડક્યા: ગણેશમંડળો-મૂર્તિકારો સત્તાવાળાઓ સામે જનઆંદોલન કરશે કોેર્ટે ચીપિયો પછાડ્યો, બીએમસી ગભરાયું…
કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટે (એઆઇયુ) ધરપકડ કરેલા પ્રવાસીઓની ઓળખ રાજકોટના ઉપલેટાના રહેવાસી સાગર વાઢિયા તેમ જ નિગમ હસમુખ રાવળ તરીકે થઇ હતી. બંનેને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડી ફટકારી હતી.
બંને પ્રવાસી શનિવારે રાતે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બેંગકોકથી મુંબઈ આવ્યા હતા. એઆઇયુના અધિકારીઓએ શંકાને આધારે બંનેને આંતર્યા હતા. બંને પ્રવાસીની ટ્રોલી બેગની તલાશી લેવામાં આવતાં ફૂડ પેકેટ્સ, બિસ્કિટનાં પેકેટ્સ, ડ્રાઇ ફ્રૂટ્સનાં પેકેટ્સ અને કપડાં મળ્યાં હતાં. તેની નીચે હાથી અને બાંધણી ડિઝાઇન ધરાવતી બહુરંગી પ્રિન્ટેડ બેગો મળી હતી, જેમાં એરટાઇટ પેકેટ્સમાં 8155 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો.
આથી બંને પ્રવાસી વિરુદ્ધ એનડીપીએસ એકટ હેઠળ ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરવામાં આવી હતી. બંને પ્રવાસી કોની પાસેથી આ ડ્રગ્સ લાવ્યા હતા અને મુંબઈમાં તેઓ કઇ વ્યક્તિ સુધી તે પહોંચાડવાના હતા, તેની તપાસ કરવામાં આવી રહી છે.
Also read : ધુળેમાં ચાર ટ્રેક્ટરમાંથી 11 ટન ગાંજો મળી આવ્યો…
અત્રે ઉલ્લેખનીય છે કે એઆઇયુની ટીમે શુક્રવારે રાતે એરપોર્ટ પર સુરતના સચિન ખાતે રહેનારા ચાર જણની 13.92 કરોડના ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી. ચારેયની ઓળખ પ્રવીણકુમાર સિંહ, સૂરજ ઉપાધ્યાય, શિવમ યાદવ અને મયંક દીક્ષિત તરીકે થઇ હતી. તેઓ પણ બેંગકોકથી આવ્યા હતા અને તેમની પાસેથી ડ્રગ્સ મળી આવ્યું હતું.