આમચી મુંબઈ

‘આ’ કારણસર મુંબઈ એરપોર્ટ પ્રશાસને લીધો રાહતનો શ્વાસ…

મુંબઈઃ દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટ પૈકીના એક મુંબઈમાં આજે એક દિવસ માટે છ કલાકથી વધુ સમય માટે બંધ રાખીને મોન્સૂન પછીની સૌથી મહત્ત્વની કામગીરી પાર પાડવામાં આવી. આજે સવારે 11 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી હંગામી ધોરણે તમામ ઓપરેશનલ કામગીરીને મંજૂરી આપવામાં આવી નહોતી. આજે સવારે 11.00 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી એરપોર્ટના રન-વેને હંગામી ધોરણે બંધ રાખવામાં આવ્યા હતા, પરંતુ વેલ ઈન એડવાન્સ જાહેરાત કરી હોવાથી ફ્લાઈટ્સની સર્વિસને વિશેષ કોઈ ખલેલ પડ્યો નહોતો.

એરપોર્ટ પ્રશાસની અખબારી યાદીમાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ચોમાસા દરમિયાન એરપોર્ટના રન-વેને નુકસાન થયું છે. તેની જાણવણી અને રિપેરિંગના કામ માટે તેનો રન-વે બંધ રાખવામાં આવ્યો હતો. એરપોર્ટના રન-વે આર-ડબલ્યુ 9-27 અને આરડબલ્યુ 14-32ને હંગામી ધોરણે બંધ રાખ્યા છે, જેની કામગીરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.

રન-વેને હંગામી ધોરણે બંધ રાખવામાં આવ્યા ત્યારે એરપોર્ટની 5,000થી વધુ એરોનોટિકલ ગ્રાઉન્ડ લાઈટ્સ, ડ્રેનેજ પિટ્સ તેમ જ લાઈટ્સ માટે ઉપયોગ કરવામાં આવનારા કેબલ્સ, આઈટી સહિત એન્જિનિયરિંગની સાધનસામગ્રીનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

એરપોર્ટ ઓથોરિટીનું આ પગલું મુંબઈ એરપોર્ટની ચોમાસા પછીની વાર્ષિક જાળવણી યોજનાનો એક ભાગ છે. દર વર્ષે આ રીતે જ એરપોર્ટની જાણવણીનું કામ કરવામાં આવે છે. એરપોર્ટ ઓથોરિટીએ છ મહિના પહેલા આ સંદર્ભમાં નોટિસ જારી કરી હતી. એરપોર્ટ વહીવટી તંત્ર મુંબઇ એરપોર્ટને વૈશ્વિક માપદંડો પર સફળ ઉતરે તેવું બનાવવા માગે છે. આ વાતને ધ્યાનમાં રાખીને નિયત સમયગાળામાં એરપોર્ટનું સમારકામ કરવામાં આવે છે, જ્યારે એની તૈયારી પણ મહિનાઓ પૂર્વે કરવામાં આવતી હોવાથી ફ્લાઈટ સેવાને વધુ અસર થઈ નહોતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button