Top Newsઆમચી મુંબઈ

મુંબઈને મળશે પોતાનું સ્વતંત્ર એર ક્વોલિટી ઈન્ડેક્સ મોનિટરિંગ પ્લેટફોર્મ સુધરાઈનો આઈઆઈટી-કાનપૂર સાથે સંયુક્ત પ્રયાસ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મુંબઈમાં મોટા પ્રમાણમાં ચાલી રહેલા ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટને પગલે ધૂળ અને પ્રદૂષણનું પ્રમાણ સતત વધી રહ્યું છે. પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા અનેક ઉપાયયોજના મૂકવામાં આવ્યા બાદ હવે મુંબઈ મહાનગરપાલિકાએ હવાની ગુણવત્તાનો વાસ્તવિક સમય, ડેટા જાણવા માટે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (આઈઆઈટી) કાનપુર સાથે મળીને મુંબઈ માટે એક સમર્પિત એર ક્વોલિટી ઈન્ડેક્સ મોનિટરિંગ પ્લેટફોર્મ શરૂ કરવાની યોજના બનાવી છે, જેને મુંબઈ એર નેટવર્ક ફોર એડવાન્સ સાયન્સ(માનસ) નામ આપવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ ૨૦૨૬ના મધ્ય ભાગમાં શરૂ થવાની અપેક્ષા છે.

મુંબઈમાં હાલ ૨૬ ક્ધટીન્યુઅસ એમ્બિયન્ટ એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન છે, જે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ડેશબોર્ડ સાથે જોડાયેલું છે. તેમ જ તે બે કિલોમીટર ત્રિજયામાં આવેલા વિસ્તાર માટે રીઅલ ટાઈમ એક્યુઆઈ ડેટા ઉપલબ્ધ કરે છે, જેની જાળવણીનું કામ પાલિકા દ્વારા કરવામાં આવે છે. માનસમાં ૭૫ એક્યુઆઈ સેન્સર હશે જે હાઈપરલોકલ, રીઅલ ટાઈમ હવાની ગુણવત્તાનો ડેટા ઉપલબ્ધ કરી આવશે. આ સિસ્ટમ છ મહિનાની અંદર શરૂ થવાની અપેક્ષા છે.

પાલિકા પહેલા સેન્સર્સમાંથી ડેટાનું વિશ્ર્લેષણ કરશે અને મોડેલમાં તફાવતો અને કોઈ પણ સંભવિત સમસ્યાઓને ઓળખવા માટે હાલના ક્ધટીન્યુઅસ એમ્બિયન્ટ એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન સાથે તેની સરખામણી કરવામાં આવશે.
એકવાર પ્રક્રિયા સુવ્યવસ્થિત થઈ જાય પછી ઓનલાઈન પ્લેટફોર્મ જાહેર જનતા માટે ખુલ્લુ મુકવામાં આવશે. શરૂઆતમાં ડેટાનો ઉપયોગ કરીને મુંબઈના જે વિસ્તારમાં વાયુ પ્રદૂષણ વધુ છે તેવા વિસ્તારોમાં ૭૫ સેન્સર મૂકવામાં આવશે.

આ પ્રોજેક્ટને કારણે સ્થાનિક સ્તરે હવાની ગુણવત્તાનો નકશો બનાવવામાં મદદ મળશે. આ પાલિકાની પોતાની માલિકીનું સ્વતંત્ર પ્લેટફોર્મ હશે. પહેલી વખત એઆઈ મોડલનો ઉપયોગ કરીને ફક્ત પ્રદૂષણના સ્રોત અને તેમની પર્ટનને ઓળખવા માટે જ નહીં પણ પ્રદૂષણને ઘટાડવા માટેના પગલા પણ સૂચવવામાં આવશે.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button