આ કારણે મુંબઈની હવાની ગુણવત્તા બગડી | મુંબઈ સમાચાર

આ કારણે મુંબઈની હવાની ગુણવત્તા બગડી

દિવાળીની સાંજે લક્ષ્મી પૂજન બાદ થઇ ભારે આતશબાજી

મુંબઇઃ હાઈકોર્ટે દિવાળીમાં રાત્રે માત્ર બે કલાક માટે જ ફટાકડા ફોડવાની પરવાનગી આપી હતી. ફટાકડા ફોડવાની પરવાનગી માત્ર 8 થી 10 વાગ્યાની વચ્ચે જ આપવામાં આવી હતી. આમ છતાં મુંબઈમાં લોકોએ રવિવારે સવારથી જ ફટાકડા ફોડવાની શરૂઆત કરી દીધી હતી. સાંજે લક્ષ્મી પૂજન બાદ જોરદાર આતશબાજી કરવામાં આવી હતી.
ભારે આતશબાજીને કારણે મુંબઈ અને પુણેમાં હવાની ગુણવત્તા બગડી હતી. સોમવારે સવારથી જ મુંબઈની હવામાં મોટા પ્રમાણમાં ધુમાડો દેખાઈ રહ્યો હતો. મુંબઈ શહેર અને તેની આસપાસના ભાગોમાં હવાની ગુણવત્તા જોખમી સ્તરે પહોંચી ગઈ છે. મુંબઈમાં AQIનું વર્તમાન રીડિંગ 234 છે


સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ (SAFAR) અનુસાર, મુંબઈમાં AQI હાલમાં 234 ની રીડિંગ સાથે ‘નબળી કેટેગરીમાં છે. 0 અને 50 ની વચ્ચે AQI ઘણો સારો, 51 અને 100 ની વચ્ચે ‘સંતોષજનક’, 101 થી 200ની વચ્ચેનો AQI ‘મધ્યમ’, 201 થી 300 ની વચ્ચેનો AQI ‘નબળો’, 301 થી 400ની વચ્ચેનો AQI ‘ખૂબ નબળો’ અને 401 થી 500 ‘ ની વચ્ચેનો AQI ગંભીર’ માનવામાં આવે છે.


રાજધાની દિલ્હીમાં પણ હવાની ગુણવત્તા ઝડપથી બગડી હતી. દિવાળીની રાત્રે રાજધાની દિલ્હીમાં ફટાકડા ફોડવાને કારણે હવામાં ધુમાડો દેખાતો હતો. તેથી, હવા ગુણવત્તા સૂચકાંક ઘણા વિસ્તારોમાં ગંભીર શ્રેણીમાં પહોંચી ગયો હતો. ઘણા વિસ્તારોમાં AQIમાં વધારો નોંધાયો છે. દિવાળીની સાંજ સુધીમાં, દિલ્હીનો સરેરાશ AQI 218 નોંધાયો હતો. ઘણા સમય બાદ દિવાળીના દિવસે શ્રેષ્ઠ હવાની ગુણવત્તા નોંધાઇ હતી.


દિવાળી પર, દિલ્હીવાસીઓએ સ્વચ્છ આકાશનો નઝારો પણ માણ્યો હતો અને હવા શ્વાસ લેવા યોગ્ય બની હતી. જો કે, રાત્રે હવા ખરાબ થઈ ગઈ હતી અને તાપમાનમાં ઘટાડો થતાં પ્રદૂષણનું સ્તર વધવા લાગ્યું હતું. એવામાં દિવાળીની આતશબાજીને કારણે દિલ્હીમાં હવાની ગુણવત્તા ઝડપથી બગડવા માંડી હતી. દિવાળીની રાત્રે રાજધાની દિલ્હીમાં ફટાકડા ફોડવાને કારણે હવામાં ધુમાડો દેખાતો હતો અને હવા ગુણવત્તા સૂચકાંક ઘણા વિસ્તારોમાં ગંભીર શ્રેણીમાં પહોંચી ગયો હતો. અનેક વિસ્તારોમાં AQIમાં ખાસ્સો વધારો નોંધાયો હતો.

One Comment

  1. सरकारें – मीडीया- पत्रकार फठाखे – दिवाली के विरुद्ध कोरस गा रहे हैं- सब के सब मुर्ख हैं
    सुप्रीम कोर्ट- न्यायालय – जज अपने ज्ञान का अद्भुत प्रदर्शन कर रहे हैं ।
    दिवाली फठाखे पर से प्रतिबंध संपूर्ण हट जाए तो –
    डेंगयु- मलेरीया- स्वाइन फ्लू जैसे बुखार अपने आप ख़त्म हो जाए.
    COMMKN SENSE IS UNCOMMON

Back to top button