આમચી મુંબઈ

મુંબઈગરાઓએ ફરીથી માસ્ક ખરીદવા પડે તેવી સ્થિતિ, હવા મંદ પડતા પ્રદૂષણમાં વધારો


મુંબઈઃ દેશની રાજધાની દિલ્હી પ્રદૂષણ મામલે સતત ચર્ચામાં રહે છે. જોકે પ્રદૂષણ માત્ર એક શહેર કે દેશ પૂરતું નથી રહ્યું ત્યારે આર્થિક રાજધાની મુંબઈ કઈ રીતે બાકાત રહે. મુંબઈમાં પણ હવાની ક્વોલિટી દિવસે દિવસે બગડતી જાય છે. આથી હવે કોરોનાકાળની જેમ ફરી લોકોએ માસ્ક લગાવી ફરવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. મુંબઈની હવાની ગુણવત્તા ખરાબ હોવાના અહેવાલો સતત આવતા રહે છે.


Also read: મહારાષ્ટ્રમાં અમિત શાહ ગર્જ્યા, હરિયાણામાં કોંગ્રેસનો સફાયો થયો એમ…


મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોથી પ્રદૂષણ સતત વધી રહ્યું છે. આ ઉપરાંત મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોથી પવનની ગતિ ઘટી છે. જેના કારણે હવામાં પ્રદૂષણનું પ્રમાણ ઝડપથી વધવા લાગ્યું છે. જેના કારણે મુંબઈની હોસ્પિટલોમાં શ્વાસના દર્દીઓમાં વધારો થયો છે, તેમ અહેવાલો જણાવે છે.

મુંબઈમાં પવનની ગતિ ઘટી છે. જેના કારણે હવામાં પ્રદૂષણનું પ્રમાણ ઝડપથી વધવા લાગ્યું છે. નવેમ્બરના બીજા સપ્તાહમાં પણ મુંબઈની હવા પ્રદૂષિત છે. જેના કારણે સવારે ધુમ્મસ જેવું વાતાવરણ છે, જેને લીધે વાહનચાલકોને પણ સમસ્યા આવી રહી છે.


Also read: વિધાનસભાની ચૂંટણી ટાણે ‘પોસ્ટર ગર્લ’ની ચર્ચાએ ધૂમ મચાવી, જાણો કોણ છે?


હવામાન નિષ્ણાતોના મતે દિવાળી દરમિયાન ફટાકડા ફોડવાને કારણે પ્રદૂષણમાં વધારો થયો છે. મુંબઈના વાયુ પ્રદૂષણને કારણે ફેફસાના ચેપના કેસોમાં 20 ટકાનો વધારો થયો છે. જેના કારણે ડોક્ટરોએ મુંબઈકરોને કાળજી રાખવાની સલાહ આપી છે. સાથે જ ડોક્ટરે ઘરની બહાર નીકળતી વખતે માસ્ક પહેરવાની સલાહ આપી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button