મુંબઈ-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના ટાઈમિંગમાં ફેરફાર, આ તારીખથી નવું સમયપત્રક લાગુ થશે
મુંબઈ: પશ્ચિમ રેલ્વે દ્વારા મુંબઈ અને અમદવાદ વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેન (Vande Bharat express)અંગે મહત્વની અપડેટ જાહેર કરી છે. મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન નંબર 22961ના ટાઈમિંગમાં બદલાવ કરવામાં આવ્યો છે, આગામી 24 ઓગસ્ટથી માવું ટાઈમ ટેબલ લાગુ થશે. પશ્ચિમ રેવલે(Western railway)ના અધિકારીને જણાવ્યા મુજબ, ઓપરેશનલ કારણોને લીધે સમયમાં ફેરફારને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે.
નવા સમયપત્રક મુજબ, વંદે ભારત એક્સપ્રેસ મુંબઈ સેન્ટ્રલથી 15.55ને બદલે 15.45 કલાકે ઉપડશે, એટલે કે 24 ઓગસ્ટથી ટ્રેન 10 મિનિટ વહેલા ઉપડશે. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન બોરીવલી ખાતે 16.20 થી 16.23ના બદલે 16.10 થી 16.13 દરમિયાન રોકાશે. તેવી જ રીતે, વાપી, સુરત અને વડોદરા સ્ટેશનના હોલ્ટના સમયમાં પણ પાંચ મિનિટ સુધીનો ફેરફાર કરવામાં આવ્યો છે. ટ્રેન અમદાવાદ રેલવે સ્ટેશન પર 21.25ના બદલે 21.15 વાગ્યે આવશે.
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન મુંબઈ-અમદાવાદ રૂટ પર ચાલતી સૌથી ઝડપી અને સૌથી પ્રીમિયર ટ્રેન છે. તેમાં એક્ઝિક્યુટિવ ક્લાસ અને ચેર કાર કોચ ઉપલબ્ધ છે.