આપણું ગુજરાતઆમચી મુંબઈ

મુંબઈ-અમદાવાદ હાઇ-વે પર સબ-વે બનાવવાનું કામ શરૂ: ટ્રાફિકની સમસ્યામાંથી મળશે મુક્તિ

મુંબઈ: મુંબઈ-અમદાવાદ હાઇ-વે પર ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે ત્રણ સબ-વે બનાવવા માટે નેશનલ હાઇવે ઓથોરિટી (NHA)એ શરૂઆત કરી છે. આ માટે અંદાજે પંચાવન કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવનાર છે. ટ્રાફિક પોલીસની પરવાનગીને લઇને અગાઉ આ કામ રખડી પડ્યું હતું.

હાઇવે નજીક રહેતા નાગરિકો તથા સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને જીવના જોખમે રસ્તો ઓળંગવો પડતો હોય છે. અહીંની ટ્રાફિકની સમસ્યાને કારણે વાહનચાલકોને પણ ઘણું સહન કરવું પડતું હોય છે. તેથી હાઇવે પર સબ-વે તથા ફૂટઓવર બ્રિજ બનાવવાની મંજૂરી આપવામાં આવે એવી માગણી કરવામાં આવી હતી.

પાંચ મહિના અગાઉ આ કામ માટે નેશનલ હાઇવે ઓથોરિટીએ મંજૂરી આપી હતી, પરંતુ છેલ્લા છ મહિનામાં ચૂંટણી માટેની આચારસંહિતા તતા મોટા નેતાઓની અવરજવરને કારણે મીરા-ભાયંદર, વિરાર-વસઇ પોલીસ કમિશનોરેટના ટ્રાફિક પોલીસ વિભાગ તરફથી પરવાનગી આપવામાં આવી રહી નહોતી. હવે આ મંજૂરી મળતા કામની શરૂઆત કરવામાં આવી છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં ઈન્ફ્લુએન્ઝાના કેસમાં વધારો, મુંબઈમાં 770થી વધુ દર્દી

ક્યાં સુધી બનાવાશે સબ-વે?

ઘોડબંદર ગામ નજીક જતા રસ્તા પર દિલ્હી દરબાર હોટેલની નજીકના સિગ્નલ, પાંડુરંગવાડી (સમ્રાટ હોટેલ નજીક) એમ બે તથા વેસ્ટર્ન હોટેલ વિસ્તારમાં એક નાનો સબ-વે બનાવવામાં આવશે.

પાંડુરંગવાડી ખાતેના સબ-વેને કારણે લતા મંગેશકર નાટ્યગૃહમાં આવનારાઓ તથા તેની આસપાસ રહેનારા રહેવાસીઓને મોટો ફાયદો થવાનો છે. આ સિવાય ઘોડબંદર ગામથી વરસાવે તરફ હિલ ટોપ હોટેલ નજીક ફૂટઓવર બ્રિજન બનાવવામાં આવનાર છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button