આપણું ગુજરાતઆમચી મુંબઈ

મુંબઈથી અમદાવાદ બીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ થશે

મુંબઇઃ ટૂંક સમયમાં મુંબઇગરાને મુંબઇથી અમદાવાદ મુસાફરી માટે બીજી વંદે ભારત ટ્રેનની સોગાત મળવા જઇ રહી છે. ગુજરાતના અમદાવાદ અને મહારાષ્ટ્રના મુંબઇ વચ્ચે હાલમાં એક વંદે ભારત ટ્રેન દોડે છે. આ ટ્રેન ખાસ્સી લોકપ્રિય થઇ છે. આ રૂટ પર આ ટ્રેનની લોકપ્રિયતાને ધ્યાનમાં લઇને હવે બીજી સેમી-હાઈ-સ્પીડ ટ્રેન દોડાવવાનું વિચારાધીન છે.

હાલની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન નં. 20901/20902 હાલમાં અમદાવાદ-મુંબઇ રૂટ પર 130% થી વધુના ઓક્યુપન્સી રેટ સાથે કાર્યરત છે, એમ એક RTIની માહિતીમાંથી બહાર આવ્યું છે. પશ્ચિમ રેલ્વેએ જાહેર કર્યું છે કે ચેર કારની સરેરાશ ઓક્યુપન્સી કેપેસિટી 130.43% છે, જ્યારે એક્ઝિક્યુટિવ ક્લાસની ઓક્યુપન્સી કેપેસિટી 131.92% છે.
વંદે ભારત આ રૂટ પરની સૌથી ઝડપી અને સૌથી આરામદાયક ટ્રેન છે. આ જોતાં રેલવે બોર્ડે અમદાવાદ-મુંબઈ રૂટ પર બીજી વંદે ભારત એક્સપ્રેસ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેનની ટ્રાયલ 10મી નવેમ્બરથી શરૂ થઇ છે. સફળ ટ્રાયલ બાદ તેના સંચાલન અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.


નવી અમદાવાદ-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ, હાલમાં આયોજન તબક્કામાં છે. આ ટ્રેન અમદાવાદ સ્ટેશનથી સવારે 6:10 વાગ્યે ટ્રાયલ રન માટે ઉપડે છે, જે સવારે 11:35 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચે છે. મુંબઈ સેન્ટ્રલથી તેની પરત મુસાફરી બપોરે 3:35 કલાકે શરૂ થાય છે અને 9:25 કલાકે અમદાવાદ પહોંચે છે. આ ટ્રેન ગેરતપુર, વડોદરા, સુરત, વલસાડ, વાપી, વિરાર અને બોરીવલી થઇને મુંબઇ સેન્ટ્રલ પહોંચે છે અને 5.30 કલાકમાં 491 કિમીનું અંતર કાપે છે.
રસપ્રદ વાત એ છે કે, કેરળ પહેલાથી જ એક જ રૂટ પર બે વંદે ભારત ટ્રેન ચલાવે છે. વધુ માંગને કારણે વાદળી અને કેસરી બંને રંગની વંદે ભારત ટ્રેનો કાસરગોડથી તિરુવનંતપુરમ સુધી દોડે છે. વંદે ભારતનું સ્લીપર નોન-એસી વર્ઝન મુંબઈ-અમદાવાદ રૂટ પર લૉન્ચ થવાની તૈયારીમાં છે અને તેની ટ્રાયલ પણ શરૂ થઇ ગઇ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…