મુલુંડની સોસાયટીમાં 10 ફૂટ લાંબો અજગર | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

મુલુંડની સોસાયટીમાં 10 ફૂટ લાંબો અજગર

મુંબઈ: મુલુંડના રહેણાક સંકુલમાં 10 ફૂટ લાંબો અજગર દેખાતાં રહેવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો. પ્રામીમિત્ર સંગઠનના કાર્યકરોએ અજગરને પકડી સુરક્ષિત રીતે જંગલમાં છોડ્યો હતો.

હાઉસિંગ સોસાયટીના પરિસરમાં અજગર નજરે પડ્યો હોવાની જાણ મંગળવારની બપોરે રેક્વિકં ઍસોસિયેશન ફૉર વાઈલ્ડલાઈફ વેલ્ફેર (આરએડબ્લ્યુડબ્લ્યુ)ને થઈ હતી. કૉલ આવતાં જ સંસ્થાના કાર્યકરો સોસાયટીમાં પહોંચ્યા હતા.

આપણ વાંચો: OMG!ઉદયપુરના ફાર્મ હાઉસમાં જ્યારે આવી ગયો વિશાલકાય અજગર…

લાંબો અજગર સોસાયટીમાં નજરે પડ્યો હોવાની વાત ફેલાતાં રહેવાસીઓ ડરી ગયા હતા. બાદમાં અજગર સોસાયટીમાં આવેલા ઝાડ પર ચઢી ગયો હતો. સંસ્થાના કાર્યકરો અજગરને પકડી રહ્યા હતા ત્યારે તેને જોવા ટોળું એકઠું થયું હતું, એમ આરએડબ્લ્યુડબ્લ્યુના અધ્યક્ષ પવન શર્માએ જણાવ્યું હતું.

ભારે વરસાદને કારણે સાપ-અજગરો પોતાના સ્થાનેથી દૂર નીકળી જાય છે અને તેમને પાછો પોતાના સ્થાને જવાનો માર્ગ મળતો નથી. સોસાયટી સંજય ગાંધી નૅશનલ પાર્કના જંગલથી માત્ર એક કિલોમીટરના અંતરે હોવાથી અજગર સોસાયટીમાં ઘૂસ્યો હોવાની શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.

ઉગારી લેવાયેલા અજગરને બાદમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે સમન્વય સાધી જંગલમાં છોડવામાં આવ્યો હતો. (પીટીઆઈ)

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button