મુલુંડમાં 80 લાખનો ગુટકા, તંબાકુજન્ય પદાર્થ, 14 વાહન જપ્ત: 10ની ધરપકડ

મુંબઈ: મુલુંડમાં પોલીસની ટીમે 80 લાખ રૂપિયાનો ગુટકા અને તંબાકુજન્ય પદાર્થ તથા 14 વાહન સહિત 2.01 કરોડની મતા જપ્ત કરીને 10 જણની ધરપકડ કરી હતી.
મુલુંડ પૂર્વમાં ઐરોલી ટોલનાકા નજીક ખુલ્લી જગ્યામાં પ્રતિબંધિત ગુટકા તથા તંબાકુજન્ય પદાર્થનો મોટો જથ્થો રાખવામાં આવ્યો હોઇ તેને વાહનમાં ભરી મુંબઈમાં વેચવા માટે લઇ જવામાં આવવાનો છે, એવી માહિતી પોલીસને મળી હતી.
આ પણ વાંચો : ભારતથી કમ્બોડિયા સુધી ફેલાયેલા કિડની રૅકેટનો પર્દાફાશ: બે ડૉક્ટરની ધરપકડ
આથી પોલીસ ટીમે ગુરુવારે વહેલી સવારે ઉપરોક્ત સ્થળે રેઇડ પાડી હતી અને 10 જણને તાબામાં લીધા હતા. પોલીસને ત્યાંથી બે ટ્રક અને કાર સહિત 14 વાહન મળી આવ્યાં હતાં, જેમાં 80.55 લાખ રૂપિયાનો ગુટકા અને તંબાકુજન્ય પદાર્થ રાખવામાં આવ્યો હતો. જપ્ત કરેલા વાહનોની કિંમત 1.20 કરોડ હોવાનું પોલીસે જણાવ્યું હતું.
દરમિયાન આ પ્રકરણે ગુનો દાખલ કરીને આદિલ અબુબકર શેખ તથા સિરાજ ઉનુલહક સિદ્દીકી સહિત 10 જણની ધરપકડ કરવામાં આી હતી.



