‘મુખ્યમંત્રી માઝી શાળા સુંદર શાળા’ સ્પર્ધાત્મક ઝુંબેશના અમલ માટેની કાર્યવાહી શરૂ થઈ ગઈ: શાળા શિક્ષણ વિભાગ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

‘મુખ્યમંત્રી માઝી શાળા સુંદર શાળા’ સ્પર્ધાત્મક ઝુંબેશના અમલ માટેની કાર્યવાહી શરૂ થઈ ગઈ: શાળા શિક્ષણ વિભાગ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
‘મુખ્યમંત્રી માઝી શાળા સુંદર શાળા’ સ્પર્ધાત્મક ઝુંબેશને બે વર્ષમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. 2025-26માં આ ઝુંબેશના અમલ માટે રૂ. 86.73 કરોડની બજેટ જોગવાઈ કરવામાં આવી છે એવી માહિતી આપતાં શાળા શિક્ષણ વિભાગે જણાવ્યું હતું કે સુધારેલા માપદંડો અને નવી પહેલ સાથે આ ઝુંબેશના ત્રીજા તબક્કાના અમલ માટે સરકારી સ્તરે કાર્યવાહી ચાલી રહી છે.

વર્ષ 2025-26 માટે ‘મુખ્યમંત્રી માઝી શાળા સુંદર શાળા’ ઝુંબેશના અમલ દરમિયાન, આ ઝુંબેશના માપદંડોમાં સુધારો કરવામાં આવશે.

શાળા શિક્ષણ અને રમતગમત વિભાગના 30 નવેમ્બર 2023ના રોજના સરકારના નિર્ણય મુજબ 2023-24માં ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકર આદર્શ શાળા યોજના હેઠળ, 1 જાન્યુઆરી 2024થી 15 ફેબ્રુઆરી 2024 સુધી રાજ્યના તમામ માધ્યમો અને તમામ મેનેજમેન્ટની શાળાઓ માટે સ્પર્ધાત્મક અભિયાન ‘મુખ્યમંત્રી માઝી શાળા સુંદર શાળા’ અમલમાં મૂકવામાં આવ્યું હતું.

આપણ વાંચો: વિદ્યાર્થીઓ અડધી રાત સુધી જાગે છે, ઊંઘનું ગણીત જાણીને શાળાનો સમય નક્કી કરો: રાજ્યપાલની સૂચના

વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સાથે, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષણપ્રેમી નાગરિકોએ આ અભિયાનને ઉત્સાહપૂર્વક પ્રતિસાદ આપ્યો હતો. 95 ટકા શાળાઓના લગભગ બે કરોડ વિદ્યાર્થીઓએ આ અભિયાન હેઠળ વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. આ અભિયાનની કેટલીક પ્રવૃત્તિઓ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાઈ છે.

2024-25માં પણ 26 જુલાઈ 2024ના સરકારી નિર્ણય મુજબ કેટલીક નવી પહેલ સાથે 29 જુલાઈ 2024થી 15 સપ્ટેમ્બર 2024 દરમિયાન ‘મુખ્યમંત્રી માઝી શાળા સુંદર શાળા’ ફેઝ-2 સ્પર્ધાત્મક ઝુંબેશ અમલમાં મૂકવામાં આવી હતી. 18 નવેમ્બર 2024 અને 9 જાન્યુઆરી 2025ના સરકારી નિર્ણયો અનુસાર, 73.82 કરોડ રૂપિયાની ઇનામ રકમનું વિતરણ કરવામાં આવ્યું છે. આ ઝુંબેશને 2023-24ની જેમ જ જોરદાર પ્રતિસાદ મળ્યો હતો.

હવે, 2025-26 વર્ષ માટે, ‘મુખ્યમંત્રી માઝી શાળા સુંદર શાળા’ સ્પર્ધાત્મક ઝુંબેશના અમલ સંદર્ભે સરકારી સ્તરે કાર્યવાહી ચાલી રહી છે અને શાળા શિક્ષણ વિભાગ દ્વારા જાણ કરવામાં આવી છે કે આ ઝુંબેશ રાજ્યભરમાં નવી પહેલ સાથે અમલમાં મૂકવામાં આવશે.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button