આમચી મુંબઈમહારાષ્ટ્ર

મુખ્યમંત્રી માઝી લાડકી બહેન યોજનાઃ જાણો સરકારે કેટલું ફાળવ્યું ફંડ અને તૈયારી

મુંબઈ: હાલમાં જ જાહેર કરવામાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના બજેટમાં સૌથી વધુ ચર્ચામાં રહેલી યોજના મુખ્ય પ્રધાન લાડકી બહેન યોજના (Mukhyamantri Majhi Ladki Bahin Scheme)ની અલબજાવણી ઝડપથી થાય અને ઝડપથી આ યોજના માટે પાત્ર જરૂરિયાતમંદ મહિલાઓને લાભ મળે એના માટે જોગવાઈ કરી છે અને મહારાષ્ટ્ર સરકારે 25,000 કરોડની ફાળવણી કરી છે.

હાલની સરકારી યોજનાઓનો લાભ જે મહિલાઓને મળી રહ્યો છે તે મહિલાઓની યાદી તૈયાર કરીને તે મહિલાઓ જો લાડકી બહેન યોજનાની લાભાર્થી બનવા માટે યોગ્ય જણાય તો તેમનું નામ આ યોજનામાં સામેલ કરવાની સરકારની યોજના છે.

એટલે કે ‘લાડકી બહેન’ યોજનાનો લાભ કોને આપવો એ માટે યાદી તૈયાર કરવાની પ્રક્રિયાનો અડધો અડધ બોજ હળવો થઇ શકે તેમ જ પાત્ર મહિલાઓને લાભ મળવાની શરૂઆત ઝડપથી થઇ શકે. અગાઉ આના માટે વિવિધ અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી. મહિલા-બાળવિકાસ યોજના ખાતાના એક અધિકારીએ જણાવ્યા અનુસાર સરકાર પાસે ઉપલબ્ધ આંકડાઓનો ઉપયોગ કરીને ડેટા સંગ્રહનો બોજો થોડો હળવો કરવાનો વિચાર છે.

ગ્રામીણ વિકાસ તેમ જ અન્ન-નાગરિક પુરવઠા વિભાગ પાસે પહેલાથી જ જૂની યોજનાઓની લાભાર્થી મહિલાની યાદી છે. આ ડેટાબેઝના આધારે લાડકી બહેન યોજના માટે યાદી તૈયાર કરવામાં સરળતા રહેશે.

આ ખાતાઓ મહિલાઓની બેંકની માહિતી વગેરે ભેગી કરશે અને પછી લાભની રકમ તેમના સુધી પહોંચાડવા માટે આઇટી વિભાગને સોંપી દેશે. જોકે, આમાંથી કઇ મહિલાઓ લાડકી બહેન યોજનાનો લાભ મેળવવા નોંધણી કરાવવા ઇચ્છે છે તે જાણવું થોડું મુશ્કેલ રહેશે.

ઉલ્લેખનીય છે કે લાડકી બહેન યોજના અંતર્ગત વાર્ષિક અઢી લાખ રૂપિયાથી ઓછી આવક ધરાવતા કુટુંબની મહિલાઓને મહિને 1,500 રૂપિયાની સહાય આપવામાં આવશે. આ યોજના માટે બજેટમાં 25,000 કરોડ રૂપિયાનું ભંડોળ ફાળવવામાં આવ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button