આમચી મુંબઈમહારાષ્ટ્ર

લાડલી બહેન યોજનાઃ લાભાર્થીઓને આ તારીખથી હપ્તો આપવાની ફડણવીસની જાહેરાત

ગઢચિરોલી: આગામી મહિને રક્ષાબંધનના તહેવાર દરમિયાન લાડલી બહેન યોજના (Mukhaymantri Mazi Ladki Bahin Yojana)નો પહેલો હપ્તો આપવામાં આવશે, એમ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે જણાવ્યું હતું.
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, ડેપ્યુટી સીએમ અજિત પવાર સાથે, સૂરજાગઢ ઈસ્પાત પ્રાઈવેટ લિમિટેડના શિલાન્યાસ સમારોહ માટે ગઢચિરોલી જિલ્લામાં હતા. રક્ષાબંધનનો તહેવાર ૧૯ ઓગસ્ટે ઉજવવામાં આવશે. ‘મુખ્યમંત્રી મારી લાડલી બહેના’ યોજના હેઠળ વાર્ષિક કૌટુંબિક આવક રૂ. ૨.૫ લાખથી ઓછી હોય એવી પરિણીત, છૂટાછેડા લીધેલ અને ૨૧-૬૦ વર્ષની વયની નિરાધાર મહિલાઓને દર મહિને રૂ. ૧,૫૦૦ મળશે.

આ પણ વાંચો: મહિલા ઉદ્યોગ સાહસિકો માટે જાણો મહારાષ્ટ્ર સરકારની યોજના

આ યોજના માટેના સરકારી ઠરાવમાં જણાવાયું છે કે મુખ્યમંત્રી મારી લાડલી બહેના યોજનાના લાભાર્થીઓની વાર્ષિક કૌટુંબિક આવક રૂ. ૨.૫ લાખથી વધુ ન હોવી જોઈએ અને લાભાર્થી મહિલા પાસે તેના નામે બેંક ખાતું, રાજ્યનું આધાર/રેશન કાર્ડ અને ડોમિસાઈલ હોવું જોઈએ. ફડણવીસે જણાવ્યું હતું કે ૩૧ ઓગસ્ટ સુધીમાં ફોર્મ સબમિટ કરનારા અરજદારોને આવતા મહિને જુલાઈ અને ઓગસ્ટના હપ્તા મળશે.

આ પણ વાંચો: મુખ્યમંત્રી માઝી લાડકી બહેન યોજનાઃ જાણો સરકારે કેટલું ફાળવ્યું ફંડ અને તૈયારી

આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને તાજેતરમાં રાજ્યના બજેટમાં નાયબ મુખ્યપ્રધાન અને નાણાપ્રધાન અજિત પવાર દ્વારા જાહેર કરાયેલ લાડકી બહેન યોજનાને શાસક સાથી પક્ષો-મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના, ભાજપ અને એનસીપી દ્વારા હાઇલાઇટ કરવામાં આવી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button