આમચી મુંબઈ

સાસુ હોય તો Nita Ambani જેવા, લગ્ન પહેલાં વહુ Radhikaને આપી આટલી મોંઘી ભેટ…

દેશના સૌથી શ્રીમંત ઉદ્યોગપતિ Mukesh Ambani-Nita Ambaniના દીકરા Anant Ambani And Radhika Merchantના લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને પ્રી-વેડિંગ ફંક્શન્સની શરૂઆત પણ થઈ ગઈ છે. અનંત પોતાની બાળપણની ફ્રેન્ડ રાધિકા સાથે લગ્ન કરી રહ્યો છે પણ સાસુ નીતા અંબાણીનો હરખ અલગ જ લેવલ પર છે અને એની સાબિતી એ વાત પરથી મળી રહી છે કે લગ્ન પહેલાં જ નીતા અંબાણીએ વહુ રાધિકાને કરોડો રૂપિયાની ગિફ્ટ્સ આપી છે.

રાધિકા અને અનંતના લગ્ન જામનગર ખાતે યોજાવવાના છે અને આ લગ્ન સમારોહ સતત ત્રણ દિવસ સુધી ચાલવાનો છે, જેમાં દેશ-વિદેશથી લોકો હાજરી આપવા આવશે. પરંતુ લગ્ન પહેલાં જ રાધિકાને સસરા મુકેશ અંબાણી અને સાસુ નીતા અંબાણી પાસેથી મોંઘીદાટ ભેટો મળી છે.


જોકે, આ પહેલી વખત નથી કે નીતા અંબાણી અને મુકેશ અંબાણીએ વહુને મોંઘી ગિફ્ટ્સ આપી હોય. આ પહેલાં પણ બંનેજણે મોટા વહુરાણી શ્લોકા મહેતાને 451 કરોડ રૂપિયાની કિંમતનો મોવાદ લઈનકોમ્પરેલબલ નેકલેસ ભેટમાં આપ્યો હતો અને પોતાની આ પરંપરાને અંબાણી પરિવારે હજી પણ જાળવી રાખી છે. અંબાણીએ પરિવારે આ વખતે પણ પોતાની આ પરંપરા જાળવી રાખી છે અને થનારી ભાવિ પુત્રવધુને મોંઘીદાટ ગિફ્ટ આપી છે.


રાધિકાને સાસુ નીતા અંબાણી તરફથી ચાંદીના સુંદર લક્ષ્મી-ગણેશની વસ્તુઓ ભેટમાં આપવામાં આવી છે અને આમાં ચાંદીની તુલસીના વાસણો, અગરબત્તીનું સ્ટેન્ડ અને લક્ષ્મી ગણેશ મૂર્તિ ભેટમાં આપી હતદી. સફેદ ફૂલ અને અન્ય ડેકોરેશનની વસ્તુઓથી આ ગિફ્ટ હેમ્પર સજાવવામાં આવ્યું હતું.


જ્યારે મુકેશ અંબાણીએ અનંત અને રાધિકાને 4.5 કરોડની આલિશાન બેન્ટલે કોન્ટિનેન્ટલ જીટીસી સ્પીડ કાર ગિફ્ટમાં આપી હતી. વિરાટ કોહલી, આમિર ખાન, અભિષેક બચ્ચન અને અન્ય કેટલાક ફેમસ સેલિબ્રિટી પાસે પણ આ ખૂબ જ મોંઘી કાર છે.


રાધિકાની વાત કરીએ તો રાધિકા મર્ચન્ટ પણ સાસુ નીતા અંબાણીની જેમ જ ભરતનાટ્યમમાં પારંગત છે. અને 2022માં અંબાણી પરિવારે રાધિકા મર્ચન્ટ માટે ધ ગ્રેન્ડ થિયેટર, જિઓ વર્લ્ડ સેન્ટર, મુંબઈ ખાતે આરંગેત્રમ કાર્યક્રમનું આયોજન પણ કર્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો